• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Vidyanagar based Sardar Patel University Examination Date Postponed, Examination Will Start From November 23 Instead Of November 17

પરીક્ષાની તારીખમાં ફેરફાર:વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીની પરીક્ષાની તારીખ પાછળ ધકેલાઈ, 17 ના બદલે હવે 23 નવેમ્બરથી પરીક્ષા શરૂ થશે

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 21 દિવસનું દિવાળી વેકેશન હોવાથી સ્નાતક અને અનુસ્નાતક ફેકલ્ટીની પરીક્ષા પાછળ ઠેલવવામાં આવી
  • યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલી બેઠક વ્યવસ્થા અગાઉ જાહેર કર્યા મુજબ યથાવત રહેશે

આણંદના વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની વિવિધ ફેકલ્ટીની પરીક્ષા 17મી નવેમ્બર 2021થી ચાલુ થવાની હતી. જોકે, 21 દિવસનું દિવાળી વેકેશન હોવાથી 17મી નવેમ્બરથી ચાલુ થનારી પરીક્ષા પાછળ ઠેલવવામાં આવી છે.

વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં સ્નાતક કક્ષા અને અનુસ્નાતક કક્ષાની વિવિધ ફેકલ્ટીની યુનિવર્સિટીની પરીક્ષા 17મી નવેમ્બર 2021 ના રોજ યોજનારી હતી. પરંતુ 1 તારીખથી 21 દિવસનું દિવાળીનુ વેકેશન જાહેર કરવામાં આવતાં 17મી નવેમ્બરના રોજ ચાલુ થનારી પરીક્ષા હવે 23મી નવેમ્બરના રોજ શરૂ થશે.

મહત્વનું છે કે, યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલી બેઠક વ્યવસ્થા અગાઉ જાહેર કર્યા મુજબ યથાવત રહેશે. તેમજ પરીક્ષાના પ્રશ્નપત્રનું માળખું પણ કોવિડ-19 મુજબ યથાવત રહેશે. નવી તારીખ સાથે પરીક્ષાના પ્રોગ્રામ યુનિવર્સિટી વેબસાઇટ પર મુકવામાં આવશે તેની નોંધ લેવા વિદ્યાર્થીઓને જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...