વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા બેઝીંક પાર્સીંગ માર્ક્સની પોલિસીમાં ફેરફાર કરતા અનેક વિદ્યાર્થીના ભવિષ્ય અદ્ધરતાલ થઇ ગયા છે. આ અંગે પૂર્વ સિન્ડીકેટ સભ્યએ યુનિવર્સિટીમાં રજૂઆત કરી પોલિસી સુધારવા માગણી કરી હતી.
વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં 2021-22માં પ્રથમ સેમેસ્ટરની પરીક્ષાના વિદ્યાર્થીઓએ રજૂઆતમાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો તે સમયે કોલેજ દ્વારા માહિતી પુસ્તીકા આપવામાં આવી હતી. તેમાં પેજ 18 પર બેઝીક પાર્સીંગ માર્કસ ઇ-40થી 49.99 દર્શાવવામાં આવ્યાં હતાં.
બાદમાં વેબસાઇટ પરથી પ્રોગ્રામ સરક્યુલર એલએલબી, સીબીસીએસ 2021-22માં પણ કમ્પોનમેન્ટ ઓફ માર્ક્સ ઇન્ટરનલ 30માંથી 12 એક્સર્ટનલ 70માંથી 28 એટલે કે કુલ 100માંથી 40 પાર્સીંગ પદ્ધતિ દર્શાવવામાં આવી છે. આ નિયમ મુજબ વિદ્યાર્થીઓને પરિણામ મળવું જોઈએ. પરંતુ યુનિવર્સિટીએ પરિણામમાં 50 માર્ક્સે પાર્સીંગ વાળું નિયમ લાગુ કરી પરિણામ આપ્યું છે. જેથી મોટા ભાગના વિદ્યાર્થીઓને પરિણામમાં નુકશાન થયું છે.
55 ટકા ઉપરાંત વિદ્યાર્થી નપાસ થયાં છે. આથી, માહિતી પુસ્તીકા તથા પ્રોગ્રામ સરક્યુલરનો અભ્યાસ કરી 2021-22થી પ્રવેશ લીધો છે. પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને કોઇ નિયમ લાગુ પડે નહીં, માટે નવો નિયમ 22-23ના વિદ્યાર્થીઓને લાગુ પાડી શકાય. આથી, માહિતી પુસ્તિકા તથા પ્રોગ્રામ સરક્યુલરના આધારે પરિણામ યોગ્ય કરી આપવા માંગણી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.