તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:કચરાના નિકાલ બાબતે વિદ્યાનગર અને આણંદ પાલિકા આમનેસામને

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આણંદ ન.પા.એ બાકરોલ તળાવ પાસે કચરો ઠાલવવા સ્પષ્ટ ના પાડી

વિદ્યાનગરમાં કચરાના નિકાલ માટે ડમ્પીંગ સ્ટેશન ન હોવાથી દૈનિક કચરાનો નિકાલ કયાં કરવો તે પ્રશ્ન બની ગયો છે. વિદ્યાનગર પાલિકા દ્વારા અગાઉ કરસમદ અને આણંદનાં ડમ્પીંગ સ્ટેશનમાં કચરાનો નિકાલ કરવામા આવતો હતો. વિદ્યાનગર પાલિકાએ જે તે વખતે સાંસદને રજૂઆત કરતા તેમણે બાકરોલ તળાવ નજીક એક ખાડામાં કચરાના નિકાલની સૂચનાનો અમલ કરાતો હતો પરંતુ હવે આણંદ પાલિકાએ બાંયો ચડાવી છે અને જો તળાવ પાસે કચરો ઠાલવવામાં આવશે તો વાહનો જપ્ત કરી લેવાની ચીમકી ઉચ્ચારી છે.

વિદ્યાનગર પાલિકાના વાહનો અહીં કચરો ઠાલવતા હતાં ત્યાં આણંદ પાલિકાની ટીમ ધસી ગઇ હતી અને વાહનોને અટકાવ્યા હતા. વિદ્યાનગર પાલિકાએ કચરાના નિકાલ માટે જગ્યા ફાળવવા કલેક્ટરને રજૂઆત કરી છે. આમ બંને ભાજપ શાસિત પાલિકા આમને સામને આવી ગઇ છે.

તળાવમાંથી કચરો વિદ્યાનગરપાલિકા નહી ઉઠાવે તો કાયદેસરની કાર્યવાહી કરાશે
અમે વિદ્યાનગર પાલિકા પાસે ડમ્પીંગ સાઇટમાં કચરા નિકાલ માટે ભાડે આપવા બાબતે વાત કરી હતી. જોકે, ભાડુ આપવા બાબતે કોઇ સ્પષ્ટતા ન કરતાં આણંદ પાલિકાએ તળાવ પાસે કચરો ઠાલવવાની ના પાડી છે. આમ છતાં જો વિદ્યાનગર પાલિકા કચરો ઠાલવશે તો અમે કાયદેસરની કાર્યવાહી કરીશું. - હિતેશ પટેલ(ભાણાભાઇ), ચેરમેન, સેનેટરી વિભાગ, આણંદ

અન્ય સમાચારો પણ છે...