તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:વિદ્યાનગર એજન્સીને 16 ટન લીકવીડ મળતાં મુશ્કેલી ટળી

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રવિવારે સવારે અને બપોરે ટેન્કર આવી

વિદ્યાનગર જીઆઇડીસીમાં 12 હોસ્પિટલો ઓકસીજન પુરો પાડતી કંપનીમાં છેલ્લા 30 કલાકથી લીકવીડ ન આવતાં ઠપ્પ થઇ ગયો હતો.જેના કારણે ચરોતરની 12 હોસ્પિટલ પર ઓકસીજન જથ્તો પર્યાપત માત્ર પહોંચાડી ન શકતાં મુશ્કેલી ઉભી થવાની સંભાવના હતી. જો કે રવિવાર વહેલી સવાર 3 -00 વાગ્યાન અરસા જામનગરથી લીકવીડનું ટેન્કરઆવી ગયું હતું. તાત્કાલિક ઉત્પાદન શરૂ કરી દેવામાં આવ્યું છે. તેમ કંપનીના માલિક અકબરભાઇ જણાવ્યું હતું.

આણંદ સિવિલ, ખેડા સિવિલ સહિત 12 હોસ્પિટલો ઓકસીજનનો જથ્થો પુરો પાડતી વિદ્યાનગરની કંપનીમાં શુક્રવારથી લીકવીડનો જથ્થો ખલાસ થઇ જતાં 12 હોસ્પિટલ પર ખતરો તોડાઇ રહ્યો હતો. જો કે તંત્ર અને કંપનીના માલિક દ્વારા અન્ય જગ્યાએ જરૂરીયતા મુજબનો જથ્થો હોસ્પિટલને પુરો પાડયો હતો. પરંતુ લીકવીડ રવિવાર સવાર સુધીમાં ન આવે તો મુશ્કેલી સર્જાવાની સંભાવના હતી.પરંતુ રવિવાર વહેલી સવારે 3 વાગ્યે એક ટેન્કરમાં લીકવીડ નો જથ્થો આવી પહોંચ્યો છે.જયારે બપોરબાદ બીજી ટેન્કર આવી પહોંચી હતી.જેથી દૈનિક જરૂરીયાત મુજબ 6 ટન જથ્થાનું ઉત્પાદન શરૂ કરી દેવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...