તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્રોશ:આણંદના વોર્ડ નંબર-11ના રહીશોએ ભાજપ ઉમેદવારોને જાકારો આપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો

આણંદ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાયાની સુવિધાઓ નહીં મળતા સ્થાનિક નાગરિકોનો રોષ ભડક્યો
 • છેલ્લા 15 વર્ષથી નગરપાલિકામાં ભાજપનું શાસન પણ નથી સુવીધાઓનો અભાવ

આણંદમાં છેવાડા માનવી સુધી વિકાસ પહોચ્યો અને લાખોની સરકારી ગ્રાંટ પ્રજાની સુખાકારી માટે વપરાઈ છે તેમજ ભાજપના કાઉન્સિલરો અને નેતાઓ સતત પ્રજાના સંપર્કમાં જ રહેતા હોવાના ભાજપની ચૂંટણી પ્રચાર વાતો ઉપર આણંદના નાગરિકોનો રોષ ભડક્યો છે. વોર્ડ-11ના રહીશોનો ભાજપ ઉમેદવારોને જાકારો આપતો એક વાઈરલ વિડીયોએ આણંદ ભાજપના સુશાસનનો પરપોટો ફોડી નાખ્યો છે. વોર્ડના પાયાના પ્રશ્નો સંદર્ભે રહીશોએ પ્રચાર કરવા આવેલા ભાજપના ઉમેદવારો સામે નાગરિકોએ ઉઘડી લઈ નાખી હતી. આ વાઈરલ થયેલ વિડીયોએ ભાજપની સ્થાનિક અને જિલ્લા નેતાગીરીને વિસામણમાં મૂકી દીધી છે.

વિકાસની વાતો અને કરોડોની ગ્રાંટો કાગળ પર

આણંદમાં સામાન્ય ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યો છે ત્યારે ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી મતદારોને રિઝવવાના પ્રયત્નો કરી રહ્યા છે. આણંદમાં વિકાસની વાતો અને કરોડોની ગ્રાંટ પ્રજાની પ્રાથમિક સુવિધાઓ પાછળ ખર્ચ કર્યાની ભાજપ નેતાગીરીની ડંફાસ વોર્ડ-11ના રહીશોએ ખુલ્લી પાડી દીધી છે. આણંદના વોર્ડ-11ના રહીશોએ પાણી, ગટર જેવી પાયાની સુવિધાઓ બાબતે ચૂંટણી પ્રચારમાં આવેલ ભાજપ ઉમેદવારોનો ઉધડો લઈ નાખ્યો હતો. વળી ભાજપના કાઉન્સિલરો ગત ચૂંટણીના પાંચ વર્ષ બાદ આ ચૂંટણીમાં દેખાયાનો બળાપો અને આક્રોશ વ્યક્ત કરતા ભાજપ ઉમેદવારોની મનસ્થિતિ દયનિય બની છે.

નાગરિકોનો રોષ ચૂંટણીના પરિણામો પર કરશે અસર

મહત્વનું છે કે, છેલ્લા 15 વર્ષથી નગરપાલિકામાં ભાજપનું શાસન છે ત્યારે ચાલુ ટર્મની ચૂંટણીમાં આ વાઈરલ વીડિયોને લઈ સમગ્ર આણંદ નગરપાલિકાના ચૂંટણી પ્રચારમાં ઘેરી અસર જણાઈ રહી છે. ભાજપના ઉમેદવારો રોષે ભરાયેલ નાગરિકોને રીતસર સમજાવાટ થકી મામલો થાળે પાડવા પ્રયત્નો કરતા અને તમામ સમસ્યાઓ માટે નવા વાયદા કરતા જણાઈ રહ્યા છે. જોકે, નાગરિકોનો રોષ આક્રોશ ચૂંટણીના પરિણામોમાં કેટલી અને કેવી અસર કરે છે તે જોવું રહ્યુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો