તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વ્હેમીલા પતિએ પત્નીને સળગાવી દેતા ગંભીર

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આણંદ પાસેના નાપાડ-વાંટાની ઘટના

આણંદ પાસેના નાપાડ-વાંટામાં રહેતા વ્હેમીલા પતિએ માતા-પિતા સાથે મળીને પત્ની પર કેરોસીન છાંટી સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. નાપાડવાંટામાં 33 વર્ષીય જાગૃતિબેન ગોપાલભાઈ રાવળ રહે છે. ગુરૂવારે સાંજે તેઓ ઘરે આવ્યા બાદ જમવાનું બનાવતા હતા. એ સમયે તેમના પતિ તેમની પાસે આવ્યા હતા અને તેમણે કુટુંબી દિયર સંજય રાવળ સાથે તારે આડા સંબંધ છે તેવો વ્હેમ રાખી તેમની સાથે તકરાર કરી હતી. દરમિયાન, તેમણે પાસે પડેલું કેરોસીનનું ડબલું તેમના પર નાંખી દિવાસળી ચાંપી દીધી હતી. જેને પગલે તેણી સળગવા લાગી હતી.

બીજી તરફ તેણી બહાર નીકળી બુમરાણ મચાવતા તેના પતિએ તેના પર ગોદડી નાંખી બચાવવા પ્રયાસ કર્યો હતો. હાલમાં ઈજાગ્રસ્ત હાલતમાં તેણી સારવાર હેઠળ હોઈ તેણે પોલીસને આપેલા નિવેદનને પગલે પોલીસે પતિ ગોપાલ કનુ, સાસુ મંજુલા કનુ, સસાર કનુ અને અરવિંદ કનુ વિરૂદ્ધ હત્યાનો પ્રયાસ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...