લોકડાઉન 4:વ્હેરાખાડી- અંબાલીપુરામાં જુગાર રમતાં 5 ઝડપાયાં, પોલીસે રૂપિયા 16240 કબ્જે લીધા

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ પાસેના વ્હેરાખાડી ગામ સ્થિત ખેરડા રોડ પર કેટલાંક શખ્સો જુગાર રમી રહ્યા હોવાની ચોક્કસ બાતમીના આધારે ખંભોળજ પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો. જેમાં જુગાર રમતા લીયાકતઅલી કાસમમીંયા સૈયદ, અશરફઅલી ઉર્ફે બોડો કમરૂમીંયા સૈયદ અને ઐયુબમીંયા અબ્બાસમીંયા મલેક (ત્રણેય રહે. વ્હેરાખાડી) ને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.

તેમની અંગજડતી તેમજ દાવ પરથી પોલીસે રૂપિયા 16240 કબ્જે લીધા હતા. બીજા બનાવમાં આંકલાવના અંબાલીપુરા ગામે પીપળા પાસે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે આંકલાવ પોલીસે દરોડો પાડી વરલી મટકાનો જુગાર રમતા પીનલ રાવજી ચૌહાણ (રહે. અંબાલીપુરા), લાલસા મસ્તુશા દિવાન (રહે. આંકલાવ દરગાહ) ને રોકડ રકમ સહિત રૂપિયા 1430ની મત્તા સાથે ઝડપી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...