જાહેરનામું:વિસર્જન યાત્રાને અનુલક્ષી 16 માર્ગો પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ

આણંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10 દિવસના અાતિથ્યબાદ અાજે શ્રીજીને વિદાય અપાશે

આણંદ શહેરમાં વર્ષોથી પરંપરા મુજબ 9મી સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી નીકળનાર છે. તેને ધ્યાને લઇને કેટલાંક માર્ગો પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આણંદ આઝાદ મેદાનથી 9 કલાકે ગણેશ વિસર્જન શોભાયાત્રા નીકળનાર છે.

આ શોભાયાત્રા આણંદ આઝાદ મેદાનથી નીકળી કસ્બા, અંબાજી મંદિર, માનીયાની ખાડ, ગોપી સિનેમા, લોટીયા ભાગોળ ત્રણ રસ્તા, કપાસિયા બજાર, ટાવર બજાર, ગામડીવડ, મ્યુનિસીપાલીટી કચેરી સામે થઈ ગોપાલ ચાર રસ્તા, પાલીકા દવાખાના, જુના એસ.ટી.સ્ટેન્ડ ચાર રસ્તા, કવિતા શોપીંગ સેન્ટર, લક્ષ્મી ચાર રસ્તા, જુના રસ્તા, ભાથીજી મંદિર, ગામડીવડ, બેઠક મંદીર, વહેરાઈ માતા મંદીર થઈ ગોયા તળાવ તથા બાકરોલ તળાવમાં વિસર્જન થનાર છે.

ઉક્ત માર્ગો ઉપર વાહનોની અવર-જવર અટકાવવા તેમજ તે માર્ગો ઉપરનો વાહન વ્યવહાર ડાયવર્ટ કરવા અંગે આણંદ જિલ્લા મેજીસ્ટ્રેટ, એમ.વાય. દક્ષિણિએ 9મી સપ્ટેમ્બરના રોજ ઉક્ત માર્ગો ઉપરથી પસાર થતાં વાહનો ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે

વૈકલ્પિક માર્ગો તરીકે સામરખા ચોકડીથી આવતા વાહનો મહેન્દ્ર શાહ હોસ્પિટલ થઈ ગુજરાતી ચોક થઈ જુના દાદર, અમુલ ડેરી રોડ, તુલસી સિનેમા, શાસ્ત્રી બાગ, વ્યાયામ શાળા થઈ બોરસદ ચોકડી તરફ જઈ શકશે, લાંભવેલ રોડ તરફ થી આવતાં વાહનો ગ્રીડ ચોકડી, સરદાર બાગ પોલીસ ચોકી, ભાલેજ ઓવરબ્રિજ થઇ સામરખા ચોકડી તરફ જઈ શકશે, વિદ્યાનગર રોડ તરફથી આવતાં વાહનો જી.ઈ.બી. ગ્રીડ ચોકડી થઈ સરદાર બાગ પોલીસ ચોકી, ભાણેજ ઓવરબ્રિજ થઈ સમારખા ચોકડી તરફ થઈ શકશે, બોરસદ ચોકડી તરફથી આવતા વાહનો ગણેશ સર્કલ થઈ અમુલ ડેરી, જુના દાદર, ગુજરાતી ચોક થઈ મહેન્દ્ર શાહ હોસ્પીટલ થઈ જઈ શકશે, ઈન્દીરા ગાંધી સ્ટેચ્યુ તરફથી આવતા વાહનો ભાલેજ ઓવરબ્રિજ થઈ સામરખા ચોકડી ત૨ફ તેમજ નવા બસ સ્ટેશન ત૨ફ જઈ શકશે.

નવા બસ સ્ટેશન ત૨ફથી આવતા વાહનો પાયોનિયર હાઈસ્કુલ ચોકડી થઈ મહેન્દ્ર શાહ હોસ્પિ. રોડ, ઓવર બ્રિજ થઈ સામરખા ચોકડી તરફ જઈ શકશે, જુના બસ સ્ટેશન પીક અપ સ્ટેન્ડ બંધ કરી તેની જગ્યાએ મહેન્દ્ર શાહ હોસ્પિ. પીક અપ સ્ટેન્ડ રાખી શકાશે.

અન્ય સમાચારો પણ છે...