તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂત આંદોલન:ગામડી ઓવરબ્રિજ પાસે જિલ્લા કોંગ્રેસ દ્વારા વાહનો અટકાવી વિરોધ કરાશે

આણંદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સંરદાર ગંજ, AMPC, સરદાર પટેલ શાકમાર્કેટ સહિતના બજારો ખુલ્લાં રહેશ

કેન્દ્રની ખેડૂત હિત વિરોધી કાયદા રદ કરવાની માગણી સામે ખેડુતો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યુ છે. જોકે આણંદમાં કોંગ્રેસ અને એનસીપીએ સમર્થન આપ્યુ છે. જયારે કોંગ્રેસ દ્વારા આવતીકાલ તા. 8ના રોજ ગામડી ઓવરબ્રિજ પાસે વાહનો અટકાવી દેખાવો કરવા આવશે. કેન્દ્ર સરકારદ્વારા ખેડૂત હિત વિરોધી ત્રણ કાળા કાયદા લાગુ કરાયા છે.જને રદ કરવા મહાઆંદોલન છેડયું છે.8મી ડિસેમ્બરે ખેડૂતો દ્વારા ભારત બંધના એલાનની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આણંદ જિલ્લા ખેડૂતોના ભારત બંધના એલાન નહીંવત સફળતા મળશેે. કોંગ્રેસ,એનસીપી અને આમ આદમી પાર્ટી તથા ભારતીય કિસાન યુનિયન(અ)દ્વારા ભારત બંધના એલાને સમર્થન જાહેર કર્યું છે. પરંતુ કિસાન સંઘ, એપીએમસી સહિત વિવિધ સંગઠનો અને વેપારી સંગઠનોએ બંધના એલાનમાં ન જોડાવાનો નિર્ણય લીધો છે.

આણંદ જિલ્લામાં શુ ખુલ્લુ રહેશે
આણંદમાં તમામ બજારો ખુલ્લા રહેશ, આણંદ સરદારગંજ વેપારીઓ એસોશિએસન., આણંદ રીક્ષા ચાલુ રહેશે , આણંદ જિલ્લા ભારતીય કિસાન સંધ બંધમાં નહી જોડાય, આણંદની મોટી શાકમાર્કેટ સહિત સરદારખેતીવાડી બજાર ખુલ્લુ રહેશે, ખંભાત,પેટલાદ,બોરસદ શહેરના બજારો ખુલ્લા રહેશે

ભારત બંધ એલાનને સમર્થન
એનસીપી, ભારતીય કિસાન યુનિયન(અ), આમઆદમી પાર્ટી, કોંગ્રેસ પાર્ટી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો