ચરોતરમાં CNGના ભાવમાં ભડકો:વાહનો ફેરવવા મોંઘા બન્યા, આણંદમાં જૂનો ભાવ રૂ. 60.80 , નવો ભાવ રૂ. 65.80

આણં/નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
CNGના ભાવ વધતા ખેડાના રીક્ષાચાલકોએ મીનીમમ રૂ. 20 ભાડાના બોર્ડ લગાવ્યા હતા. - Divya Bhaskar
CNGના ભાવ વધતા ખેડાના રીક્ષાચાલકોએ મીનીમમ રૂ. 20 ભાડાના બોર્ડ લગાવ્યા હતા.
  • ચરોતરમાં 33 હજારથી વધુ CNG વાહનચાલકોને માથે બોજો વધ્યો

આણંદ જિલ્લામાં કુલ 11 ગેસ સ્ટેશન દોઢ માસ અગાઉ સીએનજીનો ભાવ 54.60 રૂપિયા હતો. ત્યારબાદ ચારેક વખત ભાવ વધારો થતાં 16મી ઓકટોબરે 60.80 થયો હતો. 15 દિવસ બાદ સરકારે એક જ રાતમાં ગેસના ભાવમાં રૂપિયા પાંચનો વધારો કર્યો છે. જેના કારણે સીએનજી વાહનચાલકો પર ભારણ વધ્યું છે. ખાસ કરીને ભાડે વાહન ફેરવતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. > રમેશભાઇ પ્રજાપતિ, ચરોતર ગેસ મંડળીછેલ્લા 6 માસથી પેટ્રોલ - ડિઝલના ભાવ વધતા લોકો સીએનજી તરફ વળ્યા તો સરકારે સીએનીજીના ભાવમાં પણ વધારો ઝીંકી વાહનચાલકોને બધી બાજુથી ભીંસમાં લીધા છે. છેલ્લા દોઢ માસમાં અનેકવાર વધારો ઝીંક્યો છે. આણંદ -ખેડા જિલ્લામાં. 22 હજાર થી વધુ સીએનજી રીક્ષા અને 11 હજારથી વધુ ફોર વ્હીલ વાહનો સીએનજી સંચાલિત છે.

ગત સપ્ટેમ્બર માસ સુધી સીએનજીનો ભાવ 55 રૂપિયા હતો. જો કે છેલ્લા દોઢ બે માસમાં 10 રૂપિયાનો વધારો થયો છે. ગુજરાત ગેસ દ્વારા શનિવાર રાતથી અને ચરોતર ગેસ મંડળી દ્વારા રવિવાર રાતના 12 વાગ્યાથી સીએનજીના ભાવમાં એક સમાટો અંદાજો રૂપિયા પાંચનો વધારો કરાયો છે. જેના કારણે ખાસ કરીને રોજીરોટી મેળવવા માટે સીએનજી રીક્ષા અને સીએનજી કાર ભારે ફેરવતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

આણંદ જિલ્લામાં સીએનજી રીક્ષા અને ફોર વહીલ વાહનો મળીને 18 હજારથી વધુ વાહનો સીએનજી કીટ ધરાવે છે. તેઓ પેટ્રોલના ભાવ વધારાથી બચવા માટે સીએનજી તરફ વળ્યા હતા. પરંતુ છેલ્લા દોઢ - બે માસમાં સીએનજીમાં 10 રૂપિયા જેટલો વધારો કરાયો છે. જેના કારણે આણંદ - ખેડા જિલ્લા 12000 હજારથી વધુ વાહનોચાલકો અને સીએનજી રીક્ષાચાલકો પર બોઝ વધ્યો છે.

મધ્યમ વર્ગને દિવાળીની ભેટ, ખેડામાં CNGના ભાવમાં રૂ.5 નો વધારો
સી.એન.જી કંપની ઓ દ્વારા મધ્ય રાત્રીના રૂ.5નો ભાવ વધારો કરી મધ્યમ વર્ગને મોંઘવારીની ભેટ આપી છે. પેટ્રોલ, ડીઝલના ભાવ વધારા થી પરેશાન મધ્યમવર્ગીય લોકો સી.એન.જી તરફ વળતા હોય છે. ત્યારે કુદકેને ભૂસકે વધી રહેલા સી.એન.જી ભાવ વધારાને કારણે મધ્યમ વર્ગના લોકો માટે મુસાફરી મોંઘી થઈ છે. ખેડા જિલ્લાની વાત કરીયે તો જિલ્લામાં 5,500 થી વધુ સી.એન.જી થી દોડતા વાહનો છે. દરરોજ જિલ્લામાં 64 હજાર કિલોથી વધારે સી.એન.જીનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે રૂ.5ના ભાવ વધારાથી મધ્યમ વર્ગ ઉપર રૂ.3.20 લાખનું ભારણ પડવાનો અંદાજ છે.

સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં સી.એન.જીનો ભાવ રૂ.54.45 પૈસા હતો. જે આજે 1 નવેમ્બરના રોજ વધીને રૂ.65.74 પર પહોંચી ગયો છે. છેલ્લા 2 મહિના માં સી.એન.જીના ભાવમાં રૂ.11 જેટલો તોતિંગ વધારો થયો છે. અસહ્ય ભાવ વધારાને પગલે મધ્યમવર્ગીય લોકો સી.એન.જી પંપ પર રોષ ઠાલવતા નજરે પડ્યા હતા. ગેસમાં વધતા ભાવો ની સૌથી વધુ અસર મધ્યમ વર્ગીય પરિવારોની સાથે સાથે રીક્ષા ચાલકોને થઈ છે.

એક તરફ છેલ્લા એકાદ વર્ષથી રીક્ષાના ભાડામાં વધારો થયો નથી. કોરોનાને કારણે રીક્ષા ચાલકો નો ધંધો પણ ચોપટ થઈ ગયો હતો. અને બાકી હતુ તે 2 મહિનામાં રૂ.11ના ભાવ વધારાને કારણે રીક્ષા ચાલકો માટે વ્યવસાય કરવો માથાના દુખાવા સમાન બની ગયો છે. ગેસના ભાવ વધતા કેટલાક રીક્ષા ચાલકો દ્વારા ભાવ વધારો કરતા જ પેસેન્જર અને રીક્ષા ચાલકો વચ્ચે તૂતૂ મેમે ના બનાવો બન્યા હતા.

બે મહિના દરમિયાન CNGમાં થયેલ ભાવવધારો

તારીખભાવવધારો
1 સપ્ટે.54.45--
5 ઓક્ટો.58.13.68
15 ઓક્ટો.60.782.68
01 નવે.65.744.96

આણંદ જિલ્લામાં કુલ 11 ગેસ સ્ટેશન
દોઢ માસ અગાઉ સીએનજીનો ભાવ 54.60 રૂપિયા હતો. ત્યારબાદ ચારેક વખત ભાવ વધારો થતાં 16મી ઓકટોબરે 60.80 થયો હતો. 15 દિવસ બાદ સરકારે એક જ રાતમાં ગેસના ભાવમાં રૂપિયા પાંચનો વધારો કર્યો છે. જેના કારણે સીએનજી વાહનચાલકો પર ભારણ વધ્યું છે. ખાસ કરીને ભાડે વાહન ફેરવતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. - રમેશભાઇ પ્રજાપતિ, ચરોતર ગેસ મંડળી

દિવાળી બાદ રીક્ષાચાલકોની મીંટીગ
આણંદ જિલ્લાના સીએનજી વાહનચાલકો મુશ્કેલી મુકાય ગયા છે. પરંતુ હાલમાં દિવાળી તહેવારો હોવાથી ભાડા વધારો કરવામાં આવશે નહીં.પરંતુ દિવાળીબાદ સીએનજી રીક્ષાચાલકોની બેઠક મળશે તેમા ચર્ચા વિચારણ કરીને ભાવ વધારવો કરવો નહીં તેનો નિર્ણય લેવાયો છે. લાભપાંચમ બાદ ભાડામાં ફેરફાર થશે. - ફિરોજભાઇ વ્હોરા ઉર્ફે મંત્રી ,પ્રમુખ રીક્ષાચાલક એસોશિએશન આણંદ

રીક્ષા ચાલકોએ ભાડા વધારાના બોર્ડ લગાવ્યા
સી.એન.જી.ના ભાવ વધતા રીક્ષા ચાલકો માટે પડતા પર પાટુ જેવી સ્થિતિ થઈ છે. કોરોનામા બેકાર બની ગયેલા રીક્ષા ચાલકોની ગાડી માંડ માંડ પાટા પર આવી હતી, ત્યાં બે મહિનામાં રૂ.11નો ભાવ વધારો થતા હવે રીક્ષા ચાલકોએ મિનીમમ ભાડામાં વધારો કર્યો છે. દિવાળીનો સમયે આજથી મિનીમમ ભાડૂ રૂ.20 ના બોર્ડ રીક્ષા પર લગાવી દીધા હતા. - દિનેશભાઇ, રીક્ષા ડ્રાઇવર

ગ્રાહકો સાથે માથાકુટ વધી
સી.એન.જી કંપની દ્વારા રાત્રે 12 વાગ્યે અચાનક ભાવ વધારો કરી દીધો. જેના કારણે સવારમાં ગેસ પુરાવા ગયા ત્યારે ખબર પડી. ગેસમાં ભાવ વધતા કોરોના કાળ પહેલેથી જે ભાડું ચાલતુ હતુ, તેમાં ભાવ વધાર્યો તો હવે ગ્રાહકો સાથે માથાકુટ વધી છે. ગ્રાહકો જુના ભાડા પ્રમાણે રૂ.10 માંજ મુસાફરી કરવાની વાત કરે છે, જે પોસાય તેમ નથી. - જીતેન્દ્રભાઇ, રીક્ષા ડ્રાઈવર

ઘર ચલાવવું કે રીક્ષા ચલાવવી તે પ્રશ્ન
બે મહિનામાં થયેલા અસહ્ય ભાવ વધારાને પગલે હવે તો ઘર ચલાવવું કે ગાડી તે પ્રશ્ન ઉભો થયો છે. નોકરિયાત વ્યક્તિ નો પગાર એનો એ જ છે, બીજી તરફ સી.એન.જી, પેટ્રોલ, ડીઝલના ભાવ વધી રહ્યા છે. સરકારે આ બાબતમાં કઈ વિચારવું જોઈએ અને સચોટ કાર્યવાહી કરવી જોઈએ. મધ્યમવર્ગ માટે મોંઘવારી અસહ્ય થઈ રહી છે. - હિતેશ પંચાલ, કાર ચાલક

અન્ય સમાચારો પણ છે...