પ્રતિબંધ:આવતીકાલે મતગણતરીને લઇ આણંદ-બોરસદ-પેટલાદ અને ખંભાતમાં કેટલાક માર્ગો પર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મતગણતરી પૂર્ણ ન થાય ત્‍યાં સુધી એ માર્ગો પરથી વાહનોની અવર-જવર નહીં કરી શકે
  • તેના બદલે વાહન ચાલકોએ વૈકલ્‍પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે

આણંદ જિલ્‍લામાં 180 ગ્રામ પંચાયતોનીચૂંટણી ગઇકાલે શાંતિપૂર્વક રીતે સમગ્ર આણંદ જિલ્‍લામાં સંપન્ન થવા પામી હતી. આવતીકાલે મતગણતરી તાલુકા મથકોએ હાથ ધરવામાં આવનાર છે. આ મતગણતરીના સ્‍થળે લોકો મોટા પ્રમાણમાં એકત્ર થનાર હોઇ, ટ્રાફિકને લગતી સમસ્‍યા થવાની પૂરી સંભાવનાને ધ્‍યાને લઇ ટ્રાફિક નિયમન જળવાઇ રહે તેમજ કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઇ રહે તે હેતુસર મતગણતરીની પ્રક્રિયા પૂરી ન થાય ત્‍યાં સુધી આણંદ, બોરસદ, પેટલાદ અને ખંભાત શહેરના કેટલાક માર્ગો પરથી પસાર થતા વાહનોની અવર-જવર કરવા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આણંદ શહેર વિસ્‍તારમાં આણંદ ગોપાલ ચાર રસ્‍તાથી ગામડી વડ તરફ જતા માર્ગ બંધ કરવામાં આવેલો હોઇ વાહનચાલકોએ આ સમયગાળા દરમિયાન ગોપાલ ટોકીઝ ચાર રસ્‍તાથી લક્ષ્‍મી ચાર રસ્‍તા, ચરોતર બેન્‍ક થઇ ગામડી વડ તરફ જવાનું રહેશે. આજ રીતે આણંદ શાસ્‍ત્રી બાગ તરફથી સરદાર ગંજ તરફ જતો માર્ગ વાહનચાલકો માટે બંધ રહેશે તેના બદલે વાહનચાલકો આણંદ શાસ્‍ત્રી બાગ ચાર રસ્‍તાથી ઉત્‍સવ પાર્ટી પ્‍લોટ થઇ સરદાર ગંજ તરફથી પસાર થઇ શકશે.

બોરસદ શહેર વિસ્‍તારમાં બોરસદ વાસદ ચોકડીથી જે.ડી.પટેલ હાઇસ્‍કૂલ તરફ આવતો માર્ગ વાહનો માટે બંધ રાખવામાં આવનાર હોઇ તેના બદલે વાહન ચાલકો બોરસદ-વાસદ ચોકડીથી પાંચનાળાથી બસ સ્‍ટેન્‍ડ તરફથી બોરસદ શહેરમાં જ્યારે બોરસદ શહેરમાં પ્રવેશી શકશે તેજ રીતે બોરસદ કોલેજ રોડથી મશાલ સર્કલ તરફ આવતો માર્ગ વાહન માટે બંધ રાખવામાં આવનાર હોઇ આ માર્ગના બદલે વાહનચાલકો એ બોરસદ કોલેજ રોડ પાર્શ્ચવનાથ દેરાસરથી પાંચનાળાથી બસ સ્‍ટેન્‍ડ તરફથી તથા બોરસદ સૂર્ય મંદિરની બાજુએથી ખાસીવાડીમાંથી બોરસદ બસસ્‍ટેન્‍ડ તરફથી બોરસદમાં શહેરમાં જઇ શકશે.

પેટલાદ શહેર વિસ્‍તારમાં રણછોડજી મંદિરથી કોલેજ ચોકડી તરફ જતો માર્ગ વાહનો માટે બંધ રાખવામાં આવનાર હોઇ વાહનચાલકો રણછોડજી મંદિર સર્કલથી ટાઉનહોલ, બાવરી જકાતનાકા થઇ કોલેજ ચોકડી તરફ જઇ શકશે આજ રીતે કોલેજ ચોકડીથી રણછોડજી સર્કલ તરફ માર્ગ વાહન માટે બંધ રહેશે તો તેના બદલે વાહનચાલકો કોલેજ ચોકડીથી સ્‍વામિનારાયણ મંદિર થઇ ટાઉનહોલ થઇ રણછોડજી સર્કલ તરફ જઇ શકશે.

ખંભાત શહેર વિસ્‍તારમાં લાલ દરવાજા સર્કલથી શ્રીનાથજી સોસાયટી તરફ જતો માર્ગ વાહનો માટે બંધ રાખવામાં આવનાર હોઇ વાહનચાલકો લાલ દરવાજાથી રાજમહેલ પાર્ક સોસાયટી થઇ નારેશ્વર ત્રણ રસ્‍તા, જનરલ હોસ્‍પિટલ થઇ શ્રીનાથજી સોસાયટી તરફ જઇ શકશે જયારે નગર તરફ જવા માટે વાહનચાલકો એપીએમસી, આંબેડકર સ્‍ટેચ્‍યુ, આર.સી.અમીન, ખોડિયાર માતા મંદિર થઇ નગરતા તથા શ્રીનાથી સોસાયટી તરફ જઇ શકશે.

અન્ય સમાચારો પણ છે...