તસ્કરો બેફામ:આણંદ જિલ્લામાં વાહન ચોરીનું પ્રમાણ વધ્યું, છેલ્લા 24 કલાકમાં બે વાહનોની ચોરી

આણંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાલેજના ખેતરમાંથી સવા લાખનું ટ્રેક્ટર ચોરાયું
  • ચાંગામાંથી બાઇક ચોરાયાની ફરિયાદ નોંધાઇ

આણંદ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન બે વાહન ચોરીની ફરિયાદ નોંધાઇ છે. જેમાં ભાલેજના ખેતરમાંથી ટ્રેક્ટર અને ચાંગામાંથી બાઇક ચોરાયું હતું. જ્યારે ચાંગામાંથી બાઇક ચોરાયાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.

સામરખા ગામે રહેતા જનકભાઈ ડાહ્યાભાઈ પટેલે પોતાનું ટ્રેક્ટર કિંમત રૂ.1.15 લાખ ભાલેજ ખાતે રહેતા તેમના ફઇ કંકુબહેન ડાહ્યાભાઈ પટેલના ખેતરમાં મુક્યું હતું. જે કોઇ તસ્કર ચોરી કરી નાસી ગયો હતો. આ અંગે ભાલેજ પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ ઉપરાંત ચાંગાની તમાકુની ખળીમાંથી બાઇક ચોરાયું હતું. ચાંગાની વાડી ફળિયું ખાતે રહેતા કિરણભાઈ બારૈયાએ 30મી ડિસેમ્બરના રોજ પોતાનું બાઇક કિંમત રૂ.30 હજાર ડેમોલ રોડ પર આવેલી નિલેશ પટેલની તમાકુની ખળીમાં પાર્ક કર્યું હતું. જે કોઇ શખસ ચોરી કરી નાસી ગયો હતો. આ અંગે મહેળાવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...