• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Vegetables In Nadiad Than Anand Cost Rs. 5 To 10 More Expensive, Higher Prices As Vegetables Are Sold In Other Districts From Nadiad Market

શાકભાજીના ભાવ:આણંદ કરતા નડિયાદમાં શાકભાજી રૂા. 5 થી 10 મોંઘા, નડિયાદની બજારમાંથી અન્ય જિલ્લામાં શાકનું વેચાણ થતાં ભાવ વધુ

આણંદ/નડિયાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આણંદમાં સ્થાનિક બજારમાં જ વેચાણથી ઓછા ભાવ

આણંદ અને ખેડા જિલ્લામાં સરેરાશ 35 હજાર હેકટરમાં શાકભાજીનું વાવેતર થાય છે. જેમાં બટાકા અને ટામેટાની ખેતી મોટા પ્રમાણમાં થાય છે. ચાલુ વર્ષે ફલાવર અને કોબીજનું વાવેતર પણ સારા પ્રમાણ થયું છે. આણંદ અને નડિયાદ શહેર વચ્ચે માત્ર 17 કી. મી. નું અંતર હોવાછતાં શાકભાજીના ભાવમાં પ્રતિકિલો સરેરાશ રૂ. 5 થી 10નો તફાવત જોવા મળ્યો છે. નડિયાદની છુટક બજારોમાં આણંદની બજાર કરતા ભાવ વધુ જોવા મળ્યા છે.

નડિયાદની જથ્થાબંધ માર્કેટમાંથી ખૂબ મોટા પ્રમાણમાં અમદાવાદ, રાજકોટ, ભાવનગર સહિત અન્ય મોટા શહેરોના વેપારીઓ શાકભાજીની ખરીદી કરતા હોવાથી છુટક બજારમાં તે વધુ ભાવે વેચાય છે. તેના પ્રમાણમાં આણંદની જથ્થાબંધ બજારમાં બહારથી ઓછા પ્રમાણમાં વેપારીઓ ખરીદી માટે આવતા હોવાથી મોટાભાગનું શાકભાજી સ્થાનિક છુટક બજારમાં વેચાતું હોવાથી વધુ પુરવઠાના કારણે અહીંયા પ્રમાણમાં ઓછો ભાવ હોય છે.

આણંદ જિલ્લામાં કોબીજ, ફલાવર, મેથી અને સવાની ભાજીનું મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું. જેથી છેલ્લા ત્રણેક દિવસથી માલ વધારો થતાં 20 થી 30 ટકાનો ભાવ ઘટાડો થયો છે. બે સપ્તાહ પહેલા ફલાવર 40 થી 50 રૂપિયે કિલો વેચાતું હતું. તેની જગ્યાએ હાલમાં 15 થી 20 રૂપિયે કિલો છુટક માર્કેટમાં વેચાય છે. જયારે જથ્થાબંધ માર્કેટમાં માળ 5 થી 10 રૂપિયે કિલો વેચાતું હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

નડિયાદના શાકમાર્કેટમાં બહારથી મોટાપ્રમાણ શાકભાજી ખરીદવા વેપારી આવતાં હોવાથી ભાવ વધુ
નડિયાદ અને આણંદ ખાતે બે મોટા શાક માર્કેટ આવેલી છે. બંને જિલ્લામાં ટામેટા, બટાકા, ફલાવર, કોબીજ, ભીંડાનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. નડિયાદની જથ્થાબંધ માર્કેટમાં રાજકોટ, ભાવનગર, અમદાવાદ, સહિત અન્ય જિલ્લાના વેપારીઓ શાકભાજી ખરીદવા માટે આવતા હોવાથી સ્થાનિક બજારમાં પણ ઊંચા ભાવ રહે છે. જયારે આણંદમાં માત્ર વડોદરાના વેપારીઓ સિવાય બીજા કોઇ જિલ્લાના વેપારીઓ આવતા ના હોવાથી મોટાભાગનો માલ આણંદના સ્થાનિક બજારમાં ઠલવાતો હોવાથી નડિયાદની સરખામણીમાં અહીંયા ભાવ થોડો ઓછો હોય છે.તેમજ લારીઓવાળા માલ ખરીદયા બાદ કાર્ટીંગ ચઢાવીને વેચે છે,જેથી ભાવ ઉંચા હોય છે. - જયંતિભાઇ સોઢાપરમાર -સેક્રટરી, એપીએમસી ,નડિયાદ

કેટલાક શાકભાજીમાં સામાન્ય ભાવ વધ્યા, કેટલાકના ભાવ સ્થિર
શાકભાજીના ભાવો તેની આયાત અને માગ પર આધારીત હોય છે. શિયાળામાં લીલોતરી શાકભાજીનો ઉપાડ માર્કેટમાં વધી જતો હોય છે. જો કે, તેની સામે આયાત પણ વધતી હોય છે. પરીણામે ભાવો જળવાઈ રહે છે. 10 દિવસ પહેલા કરતા અત્યારે કેટલાક શાકભાજીના ભાવો વધ્યા છે. પણ આ વધારો સામાન્ય છે. જ્યારે કેટલાક શાકભાજીના ભાવો જળવાઈ રહ્યા છે. હવે ગાજર, લીલા લસણ, બધી ભાજી, તુવેર જેવા શાકભાજીનો ઉપાડ વધશે. - હિતેશ કા. પટેલ, વેપારી, નડિયાદ

23 નવેમ્બરના ભાવોની સરખામણી

શાકભાજીનડીઆદઆણંદ
ભીંડા6020
રીંગણ4040
કોબિજ4020
મરચા2015
ફ્લાવર4010 થી 15
ધાણા4040
આદુ4040
ગવાર6060
લિંબુ5040
વટાણા8080
બટાકા1615
ટામેટા10090
તુવેર4040
પાપડી4040
મેથીની ભાજ3020
લીલુ લસણ120120
ડુંગળી3030
અન્ય સમાચારો પણ છે...