તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાવાઝોડાની અસર:ટ્રાન્સપોર્ટ ખર્ચમાં વધારો થતાં શાકભાજીના ભાવ ઉંચકાયા

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વાવાઝોડાના પગલે શાકભાજીના પાકને નુકશાન થતાં આવક ઘટતા તેની પણ અસર વર્તાઇ રહી
  • ભાવ બમણા થતા ગૃહીણીઓના બજેટ પર સીધી અસર

હાલમાં મોંઘવારીએ માઝા મુકી છે. હાલમાં પેટ્રોલ-ડીઝલ ભાવ દૈનિક વધી રહ્યાં છે. તેથી ટ્રાન્સપોર્ટ ખર્ચ વધી રહ્યો છે.તો બીજી બાજુ વાવાઝોડા અને કમોસમી વરસાદના પગલે શાકભાજીના પાકને ભારે નુકશાન થયું હતું. તેના કારણે હાલમાં શાકભાજીના આવકમાં ઘટાડો નોંધાયો છે. તેના કારણે શાકભાજીના ભાવમાં વધારો થયો છે. ખાસ કરીને તુવેર, પરવર, સહિતના શાકભાજી મોંઘા થયા છે. તેની સીધી અસર ગૃહીણીઓના બજેટ પર પડી રહી છે.

મે માસમાં ફુકાયેલા વાવાઝોડાને કારણે આણંદ જિલ્લામાં શાકભાજીના જુદા જુદા પાકને ભારે નુકશાન થયું હતું. કમમૌસમી વરસાદના પગલે વેલાવાળા શાકભાજી ખાસ નુકશાન થયું છે. તૈયાર થયેલા પાકના ફુલો ગરી જતાં ઉતારમાં ભારે ઘટ વર્તાઇ રહી છે.આમ આવક ઘટવાને કારણે શાકભાજીના ભાવમાંવધારો જોવા મળી રહ્યો છે. જેને લઈને મધ્યમ પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે.

મેના અંતિમ સપ્તાહમાં શાકભાજીના ભાવ હતા તેનાથી જૂનમાં બમણા ભાવ થતા ગૃહિણીઓ નારાજ

શાકભાજીપ્રતિ કિલો ભાવ
ફુલેવાર10 થી 15
તુવેર70 થી 80
ટામેટા10 થી 15
કોબીજ5 થી 14
પરવર15 થી 20
કારેલા15 થી 22
ભીંડા12 થી 16
ફુલેવાર25 થી 35
તુવેર140 થી 150
ટામેટા20 થી 25
કોબીજ12 થી 20
પરવર35 થી 45
કારેલા35 થી 40
ભીંડા30 થી 35

ઉનાળાને કારણે શાકભાજીની આવકમાં ઘટાડો થતાં ભાવ વધારો
વાવાઝોડાના પગલે શાકભાજીના પાકને નુકશાન થયું છે.તેમજ સતત બદલતા વાતાવરણના કારણે શાકભાજીના ઉતારામાં સીધી અસર વર્તાઇ છે. તેમજ પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યાં હોવાથી ટ્રાન્સપોર્ટ ખર્ચ વધી ગયો હોવાથી તુવેર, પરવર, ફલાવર સહિતની શાકભાજી વધારો થયો છે. તો બીજી બાજુ દૂધી, લીંબુ સહિત પાકનો ઉતારો વધ્યો છે. તેના કારણે ભાવમાં ઘટાડો થયો છે. > મહેબુબભાઇ, વેપારી, આણંદ

હાલમાં શાકભાજીની માંગની સામે આવક ઓછી થઈ ગઈ છે
વાવાઝોડાને પગલે શાકભાજીનો પાક પડી ગયો હોવાથી ખેડુતોને ભારે નુકશાન થયુ છે.હાલમાં આણંદ સરદાર પટેલ મોટી શાક માર્કેટમાં ખેડુતો દ્વારા બાગાયતી લીલો શાકભાજીનો પાક ઓછો લાવવામાં આવે છે.એક તરફ શાક માર્કેટમાં શાકભાજીની માંગ પણ વધી રહી છે.પરંતુ ખેતી પાકને નુકસાન થયુ હોવાથી હાલમાં શાકભાજીના ભાવ ડબલ થઈ ગયા છે. > સમીરભાઈ, ખેતીવાડી વિભાગ, એપીએમસી આણંદ

અન્ય સમાચારો પણ છે...