તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરતૂત પહેલાં કાર્યવાહી:વડોદરાના દંપતિને ત્યાં રાજસ્થાનથી ચોરી કરવા આવતા બે શખ્સને વાસદ પોલીસે દબોચી લીધા

આણંદ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આરોપીઓ ચોરીના ગુનાને અંજામ આપે તે પહેલાં જ વાસદ પોલીસના હાથે ઝડપાયા
 • આરોપીઓ પાસેથી દેશી બનાવટની પિસ્તોલ, બે જીવતા કારતુસ અને ખંજર મર્ચીનો પાવડર ભરેલી પ્લાસ્ટીકની કોથળી મળી આવી
 • નંબર પ્લેટ વગરના બાઈક ઉપર બે શંકાસ્પદ ઇસમોને અટકાવી પોલીસે પૂછપરછ કરતાં ભાંડો ફુટ્યો

વડોદરામાં રહેતા સિનિયર સિટીઝનને ત્યાં ચોરી કરવાના ઇરાદે રાજસ્થાનથી ચોરીને અંજામ આપવા આવી રહેલા બે શખ્સોની વાસદ પોલીસે અટકાયત કરી છે. વાસદ પોલીસે પેટ્રોલીંગ દરમિયાન એક નંબર પ્લેટ વગરના બાઈક ઉપર બે શંકાસ્પદ ઇસમોને અટકાવ્યા હતા. પોલીસે તેમની તપાસ કરતા દેશી બનાવટની પીસ્તોલ અને બે નંગ જીવતા કારતુસ અને ખંજર મર્ચીનો પાવડર ભરેલી પ્લાસ્ટીકની કોથળી મળી આવી હતી. પોલીસે પૂછપરથ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, 26 વર્ષીય કિશોર અર્જુનભાઈ લાદુજી નામના યુવકે વડોદરાના મિરાજ મોલ સામે આવેલી એક સોસાયટીમાં બંગલામાં એકલા રહેતા સિનિયર સિટીઝનને દંપતીને ત્યાં કુલીંગ કામ કર્યું હતું. જેથી તેણે અહીં ચોરી કરવાની ગણતરી માંડી હતી અને રાજસ્થાનથી પોતાના સાગરિતો બોલાવ્યા હતા.

આરોપીઓ ચોરીના ગુનાને અંજામ આપે તે પહેલાં જ વાસદ પોલીસના હાથે ઝડપાયા

એકલા રહેતા વૃધ્ધ દંપત્તિને ત્યાંથી મોટી રકમ મળવાની સંભાવના હોવાથી કિશોર નામના આરોપીએ રાજસ્થાનમાં રહેતા દિનેશ નારાયણલાલ કેશાજી ગુર્જર અને હિમ્મત નરોજી પોકરજી ગુર્જરને બોલાવ્યા હતા. જોકે આ યુવાનો ચોરીના ગુનાને અંજામ આપે તે પહેલાં જ વાસદ પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. પોલીસ તપાસમાં દિનેશ ગુર્જર ઉપર અગાઉ પણ બે ગુના નોંધાયેલ જાણવા મળ્યું છે.

મહત્વનું છે કે, વાસદ પોલીસને આરોપીઓ પાસેથી દેશી બનાવટની પિસ્તોલ, બે જીવતા, કારતુસ ખંજર મર્ચીનો પાવડર ભરેલી પ્લાસ્ટીકની કોથળી, બે મોબાઇલ ફોન અને નંબર પ્લેટ વગરનું મોટર સાયકલ મળી આવ્યું હતું. પોલીસે આ ટોળકીની પુછપરછ કરતાં તેમણે વડોદરાના એક મકાનમાં મોટી રકમ હોવાની રેકી કરી તે લુંટ કરવા આવ્યા હોવાની કબુલાત કરી હતી.

જેથી આ બનાવ અંગે વાસદ પોલીસ મથકના હે.કો. જીતેન્દ્રસિંહની ફરીયાદના આઘારે વાસદ પોલીસ મથકે પકડાયેલા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ઇપીકો કલમ 401,120,બી તથા આર્મ્સ એકટ કલમ 25 (1) બીએ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

લુંટારુ ટોળકીમાં ઝડપાયેલા રાજસ્થાનના બે આરોપીઓ લબરમુછીયા છે અને 19થી 21 વર્ષની ઉંમરના છે. જ્યારે આ આરોપીઓએ અન્ય કોઇ ગુનાહિત આચર્યા છે કે કેમ તે દીશામાં પણ વાસદ પોલીસ પકડાયેલા બંને આરોપીઓની ઝીણવટભરી પુછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો