તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અધૂરો વિકાસ!:વાસદ-બગોદરા 6 લેન રોડ 10 વર્ષ બાદ પણ અધૂરો, 103 કિલોમીટર હાઇવેનો 800 કરોડનો પ્રોજેક્ટ 1700 કરોડનો થયો!

આણંદ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
વાસદ -બગોદરા સિક્સલેનની કામગીરી છેલ્લા દસ વર્ષથી મંદગતિએ ચાલી રહી છે - Divya Bhaskar
વાસદ -બગોદરા સિક્સલેનની કામગીરી છેલ્લા દસ વર્ષથી મંદગતિએ ચાલી રહી છે

મધ્ય ગુજરાત-દક્ષિણ ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતાં વાસદ -બગોદરા સિક્સલેનની કામગીરી છેલ્લા દસ વર્ષથી મંદગતિએ ચાલી રહી છે. રૂા. 850 કરોડના ખર્ચે બનનારા આ 103 કિલોમીટર રસ્તા પર 3 ફ્લાય ઓવર અને 27 અંડર પાસ બનાવવામાં આવનાર છે. રસ્તા માટેની જમીન સંપાદન પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં આઠ વર્ષ બાદ પણ આ પ્રોજેક્ટરમાં માત્ર 25 ટકા જ કામગીરી પૂર્ણ થઇ હતી. જોકે બાદમાં આઠ વર્ષ બાદ આ ટેન્ડર રદ કરીને પુન: નવુ ટેન્ડર બહાર પાડવમાં આવ્યુ હતું. જેમાં 1654 કરોડના ટેન્ડરને મંજૂરી આપવામાં આવી હતી.હાલમા આ રસ્તાની કામગીરી ચાલી રહી છે. જોકે આ કામગીરી પણ મંદગતિએ ચાલી રહી છે.

ઓવર બ્રિજ હજુ બાકી
ઓવર બ્રિજ હજુ બાકી

હજુ કેટલાક સ્થળે ઓવર બ્રિજ સહિતની કામગીરી ચાલુ છે. જોકે કેટલાક ગામોમાં જમીન સંપાદનની પ્રક્રિયા પણ ઘોંચમાં પડી છે. રસ્તા પર ચાલતી આ કામગીરીના કારણે વાહનચાલકોને હેરાન થવાનો વારો આવી રહ્યો છે. ઉપરાંત આસપાસ આવેલા ધાબા-હોટલો અને ચાની કિટલીઓના ધંધા પર પણ મોટી અસર પડી રહી છે.

18 માસમાં પૂર્ણ કરવાની વાત પણ 24 મહિના થયા
2019માં નાયબમુખ્યમંત્રી નીતિન પટેલ અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમના હસ્તે પુન: ખાતમુહૂર્ત વિધિ યોજાઇ હતી. અને નવા કોન્ટ્રાક્ટ અપાયા બાદ આ કામગીરી 18 માસમાં પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી હતી. આજે આ વાતને 24 મહિના પૂર્ણ થઇ ગયા છે, પણ રસ્તાની આ કામગીરી આજે પણ 30થી 35 ટકા બાકી છે. ત્યારે આ સીકસલેનની સુવિધા કયારે મળશે ? તે યક્ષ પ્રશ્ન છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો