ગુજરાત સરકારના આઝાદી કા અમૃત મહોત્સવ, જી-20 અને વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત અને આણંદ જિલ્લા રમત વિકાસ અધિકારી તેમજ જિલ્લા રમત પ્રશિક્ષણ આણંદ કચેરી દ્વારા જિલ્લા કક્ષાની વિવિધ પ્રકારની સ્પર્ધાઓનું આયોજન કરવામા આવનાર છે.
આણંદ જિલ્લામાં આયોજિત આ સ્પર્ધામાં માત્ર જિલ્લાની 60 વર્ષથી ઉપરની વયજૂથમાં આવતી, સિનિયર સીટીઝન મહિલા ખેલાડીઓ જ ભાગ લઈ શકશે. આ સ્પર્ધામાં એથ્લેટીક્સ, યોગાસન, ચેસ અને રસ્સાખેંચનો સમાવેશ કરવામાં આવનાર છે.
મહત્વનું છે કે આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક સિનિયર સીટીઝન મહિલા ખેલાડીઓએ જિલ્લાના વિદ્યાનગર-વડતાલ રોડ ઉપર આવેલ રામપુરા ગામની પ્રાથમિક શાળા પાસે સ્થિત સરદાર પટેલ રમત સંકુલમાં આવેલ જિલ્લા રમત વિકાસ અધિકારી- જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતેથી સ્પર્ધાના ફોર્મ મેળવી તથા તેમાં સમ્પૂર્ણ વિગતો ભર્યા બાદ ફોર્મને તા.10 માર્ચ 2023 સુધીમાં જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીમાં જમા કરાવવાના રહેશે.
આ અંગે જિલ્લા રમત વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે સ્પર્ધામાં ભાગ લેનાર મહિલા ખેલાડીઓની આવનાર કુલ નોંધણીના આધારે ક્રાર્યક્રમની તારીખ અંગેની જાણ તેઓને પછીથી કરવામાં આવશે તથા વધુ વિગત માટે ઇચ્છુક મહિલા સ્પર્ધકો જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીના ફોન નંબર.7874122851 ઉપર સંપર્ક કરી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.