આદેશ:ચોરી કરનારો વાંસખીલીયાનો યુવક રિમાન્ડ બાદ જેલમાં

આણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આણંદના અક્ષર ફાર્મ રોડ પર ચોરી કરી હતી

આણંદ અક્ષરફાર્મ રોડ સ્થિત ઘરમાં દિવાળી પર્વ દરમિયાન થયેલી ચોરીમાં સંડોવાયેલા વાંસખીલીયાના શખસને આણંદ શહેર પોલીસે ઝડપી પાડ્યા બાદ પોલીસે તેના બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જોકે, બે દિવસના રિમાન્ડ પૂરા થતાં તેને વધુ રિમાન્ડ નામંજૂર કરી આણંદ જિલ્લા કોર્ટે આણંદ સબ જેલમાં મોકલવાનો આદેશ કર્યો હતો.

આણંદ અક્ષર ફાર્મ રોડ ઉપર થયેલી ઘરફોડ ચોરીનો મુદ્દામાલ લઈને વાંસખીલીયા ગામનો વિશાલ મનુ પટેલ વેચાણ કરવા માટે મોપેડ લઈને આણંદ આવવાનો હોવાની ચોક્કસ બાતમીના આધારે આણંદ શહેર પોલીસે તેને આણંદ-જૂના મોગરી રોડ પર આવેલા બાપા સીતારામ ચોક પાસેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી રૂપિયા 1.53 લાખનો મુદ્દામાલ કબજે કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જોકે, પોલીસ બે દિવસના રિમાન્ડ દરમિયાન, કંઈ ખાસ માહિતી મેળવી શકી નહોતી.

અન્ય સમાચારો પણ છે...