આણંદ જિલ્લામાં ગ્રામ્ય મહિલાઓને રોજગાર પુરી પાડવાનો નવતર પ્રયોગ અતંર્ગત વંદે ગુજરાત 20 વર્ષના સાથ 20 વર્ષનો વિશ્વાસ સરકારની 20 વર્ષની વિકાસ યાત્રા પ્રદર્શન તેમજ જિલ્લા કક્ષાના મેળાનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમના સુરાચ આયોજન માટે કલેક્ટર કચેરીએ સમિક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
વંદે ગુજરાત 20 વર્ષના સાથ 20 વર્ષનો વિશ્વાસ સરકારની 20 વર્ષની વિકાસ યાત્રા પ્રદર્શન તેમજ જિલ્લા કક્ષાના મેળાનું આયોજન કરી ગ્રામ્ય મહિલાઓને રોજગાર પુરી પાડવાનો નવતર પ્રયોગ સરકાર દ્વારા હાથ ધરાયો છે. આ કાર્યક્રમના આયોજનના પગલે આણંદ કલેક્ટર મનોજ દક્ષિણીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ કાર્યક્રમ અંતર્ગત જીલ્લામાં 9 જુનથી 15 જુન દરમ્યાન 20 વર્ષની વિકાસ યાત્રા પ્રદર્શન અને જિલ્લા કક્ષા ખાતે 50 સ્ટોલ સાથેના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે કલેકટરએ સ્ટોલની સાઇઝ, સ્ટાફ વ્યવસ્થા, વાહન પાર્કિંગ વ્યવસ્થા, ટોઇલેટની સુવિધા, સલામતી અને સુરક્ષા વ્યવસ્થા, વિદ્યુતની વ્યવસ્થા તેમજ અન્ય જરૂરી અને માળખાકીય સુવિધાઓ અંગે સંબંધિત અધિકારીઓએ સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ મેળો વૃંદાવન ગ્રાઉંડ, બિગ બજારની બાજુમાં, વિદ્યાનગર રોડ ખાતે સાત દિવસ માટે યોજાશે. જેમાં વંદે ગુજરાત 20 વર્ષનો સાથ 20 વર્ષનો વિશ્વાસ અંતર્ગત પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.આથી મેળાનો જિલ્લાની જનતાને લાભ લેવા કલેકટરએ અનુરોધ કર્યો છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપના, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ગઢવી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી, પ્રોગ્રામ ઓફિસર, એમ.જી.વી.સી.એલના નાયબ ઈજનેર સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.