તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠંડી અદ્રશ્ય થઈ:ચરોતરમાં 6.5 ડિગ્રી પારો વધતાં કારતકમાં વૈશાખ, આગામી બે દિવસમાં ઠંડી વધશે

આણંદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે અસર

આણંદ-ખેડા સહિત સમગ્ર પંથકમાં હાલ શિયાળાની ઋતુ બરોબર જામી પણ નથી. તેવામાં ઉત્તર ભારતના વાતાવરણમાં સક્રિય થયેલી વેસ્ટન ડિસ્ટર્બન્સ સિસ્ટમના કારણે ચરોતર પંથકના વાતાવરણમાં ઉથલ પાથલ શરૂ થઈ ગઈ છે. સમગ્ર પંથકમાં છેલ્લા બે દિવસથી લધુત્તમ તાપમાનના પારામાં 6.5 ડિગ્રીના વધારા સાથે 22.5 ડિગ્રી ઉપર પહોચી જવા પામ્યો છે.જેને લઈને પંથકવાસીઆેને શિયાળામાં પણ ઉનાળા જેવી ગરમીનો અહેસાસ વર્તાવવા લાગ્યો છે. આણંદ-ખેડા સહિત સમગ્ર રાજ્યમાં હાલ ઠંડીનો પ્રથમ રાઉન્ડ શરૂ થઈ ગયો છે. તેવામાં છેલ્લા બે દિવસોથી પશ્ચિમ દિશામાંથી આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે પંથકમાં લઘુત્તમ તાપમાનો પારો 6.5 ડિગ્રી વધીને 22.5 ડિગ્રી પર પહોચી ગયો છે.

બીજી તરફ 2.5 કિ.મી પ્રતિ કલાકની ઝડપે ભેજ યુક્ત પવનો ફુંકાતા સતત ગરમીમાં વધારો નોંધાઈ રહ્યો હતો. જોકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા આગામી બે દિવસો બાદ પુનઃ પંથકમાં લઘુત્તમ તાપમાનનો પારો 16 ડિગ્રી સુધી પહોચવાની સંભવાના આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના અધિકારી મનોજ લુણાગરીયાઅે જણાવ્યું છે. જોકે ઈન્ડિયા મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટના આધારે ચાલુ વર્ષે વાતાવરણ ડિસ્ટર્બ રહેતા નવેમ્બર માસના અંત સુધી શિયાળો થોડો ગરમ રહી શકે છે. આમ ઉત્તર ભારત સક્રિય બનેલી વેસ્ટન ડિસ્ટર્બન્સ સિસ્ટમના પગલે આણંદ- ખેડા સહિત સમગ્ર પંથકમાં ઘડીકમાં તાપમાનનો પારો નીચો જતાં ઠંડી વધે છે. તો વળી પારો ઉંચો ચડતાં ઠંડી ઘટે છે.

છેલ્લા ત્રણ દિ’માં લઘુત્તમ તાપમાન થયેલો ઉતાર ચઢાવ
તારીખ લઘુત્તમ મહત્તમ
13 નવેમ્બર 16 31
14 નવેમ્બર 18.5 30
15 નવેમ્બર 22.5 33

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો