વિવાદ:મૃત્યુ પામેલા પૌત્રના અસ્થિ બાબતે વહુએ સાસુને માર્યો

આણંદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેળાવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

પેટલાદ તાલુકાના પાડગોલ ગામ સ્થિત મોટા ભાથીજીવાળા ફળીયામાં 60 વર્ષીય લલિતાબેન શંકરાભાઈ સોલંકી રહે છે. તેમની સાથે મૃતક દિકરા ભરતભાઈની વિધવા પત્ની લીલાબેન અને નાની દીકરી સોનલ બેન પણ રહે છે. મંગળવારે લલિતાબેન પોતાની પુત્રવધુ લીલાબેન સાથે ઘરે હાજર હતા. ત્યારે તેમના બીજા દિકરા ચેતનભાઈની પત્ની ગીતાબેન ઘરે આવી ચઢ્યા હતા.

ગીતાબેને ચાર માસ અગાઉ પડોશી ગામમાં રહેતા મહેશ સોલંકી સાથે બીજા લગ્ન કર્યા હતા. અને તેમનો પુત્ર અને લલિતાબેનનો પૌત્ર બે દિવસ પહેલાં મૃત્યુ પામ્યો હોય તેના અંત્તિમ સંસ્કાર બાદ અસ્થિત ઘરે લાવ્યા હતા. બાબતની રીસ રાખીને ગીતાબેને તેમની સાથે ઝઘડો કરી લલિતાબેનના માથામાં ધોકરણું મારી દીધું હતું. જેમાં તેમને ઈજા પહોંચી હતી. આ મામલે મહેળાવ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...