તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:વઘાસી જમીનનું પેઢીનામું કરાવા ગયેલા સાક્ષીઓને માર માર્યો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આણંદ રૂરલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

આણંદના ચાવડાપુરાનો રહીશ શુક્રવારના રોજ વઘાસી પોતાના મોસાળમાં સંયુક્ત પરિવારની જમીન આવેલી હોય પેઢીનામુ કરાવવો ગયો હતો. જીટોડીયા ના ચાવડાપુરામાં રાકેશ પરષોત્તમ પરમાર મોસાળ વઘાસી ગામ થાય છે. તેમના મામા કીરીટભાઈ શંકરભાઈ ગોહેલ બે વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હતા. એટલે તેમના પરિવારમાં તેમના બાળકો અને રાકેશભાઈના માતા અને માસી બાકી રહ્યા હતા. જેમના નામે વઘાસીમાં સર્વે નં. 407/2૨, 404/1, 404/2, 404/3, 404/5 વાળી જમીન આવેલી છે.

રાકેશભાઈના દાદા બે મહિના ઉપર મૃત્યુ પામ્યા હતા. તેઓ તલાટીની પેઢીનામુ બતાવવા ગયા હતા ત્યારે તેમણે કહ્યું હતું તમારે બે સાક્ષી લાવવા પડશે. એટલે તેઓ વઘાસી ફાટક પાસે રહેતા જગદીશ પરમાર અને ગોવિંદ પરમારને લઈ ગયા હતા. આ દરમિયાન ગ્રામ પંચાયત બહાર નીમેશ રજવાડી (બિલ્ડર) ગણેશ બ્રીજની બાજુમાં નંબરપ્લેટ વિનાની સ્વીફ્ટ ગાડી લઈને આવ્યા હતા. તેમની સાથે ફતેસિંહ બાબરભાઈ ગોહેલ, જીતેન્દ્ર કીરીટ ગોહેલ અને મુકુન્દ કીરીટ ગોહેલ ત્રણેય રહે. વઘાસીએ રાકેશભાઈની સાથે આવેલ બંને સાક્ષીઓને ગાળો બોલી ગડદાપાટુનો માર મારી ત્યાંથી કાઢી મુક્યા હતા

એટલે તરત જ કન્ટ્રોલ રુમને100 નંબર ઉપર ફોન કરી જણાવ્યું હતું કે હું રૂમમાં પુરાઈ ગયો છું મારા બે સાક્ષીઓને ગ્રામ પંચાયત ઓફિસ પાસે ચાર શખ્સોએ ધમકીઓ આપી કાઢી મુક્યા છે. અને કહ્યું છે જાે ફરી પેઢીનામુ કરાવવા આવશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપી છે. ત્યારબાદ તેઓ આણંદ ગ્રામ્ય પોલીસ મથકે ગયા હતા અને ફરિયાદ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...