તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રથમ ડોઝ:આણંદ જિલ્લાના આઠ તાલુકામાં 30 જગ્યાએ વેક્સિનનો કામગીરીનો પ્રારંભ, મોટી સંખ્યામાં યુવકો ઉમટ્યા

આણંદ21 દિવસ પહેલા
  • જિલ્લામાં નવ લાખથી વધુ લોકો 18થી 44 વર્ષના
  • ગામેગામ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા માટે યુવાધન કામે લાગ્યું

આણંદ શહેર સહિત જિલ્લામાં 18થી 44 વર્ષના લોકોને વેક્સિન મુકાવાનો આજથી પ્રારંભ થયો છે. જેને લઈને યુવકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જોકે, અગાઉથી મોબાઈલ રજીસ્ટ્રેશન કરાવી ઓટીપી મળ્યા બાદ સ્લોટ ફાળવ્યો હતો. તે કેન્દ્ર પર જ યુવકે રસી મુકાવવા જવાની સૂચના હતી. જે મુજબ આણંદ શહેર સહિત જિલ્લામાં મોટી સંખ્યામાં યુવકોએ વેક્સિન રજીસ્ટ્રેશન કરાવી હતી. જિલ્લાના આઠ તાલુકામાં જુદા જુદા કેન્દ્રોમાં વેક્સિનની કામગીરી હાથ ધરાઈ હતી. મોટાભાગના કેન્દ્રો ઉપર નિશ્ચિત થયા મુજબ 200 ડોઝ ફાળવવામાં આવે છે. તેની સામે 200 નું રજીસ્ટ્રેશન થયેલું છે. આમ આણંદ જિલ્લામાં બપોર સુધીમાં જ નિશ્ચિત છ હજારની સંખ્યામાં 18થી 44 વયના નાગરિકોની વેક્સિનની કામગીરી પુર્ણ કરાઈ હતી.

મહત્વનું છે કે, આણંદ જિલ્લામાં 18થી 44 વર્ષના 9.10 લાખ નાગરિકો છે. જેઓને રજિસ્ટ્રેશન પદ્ધતિ દ્વારા આગામી દિવસોમાં વેક્સિનેટ કરવામાં આવશે. આણંદ શહેરમાં રામકૃષ્ણ સેવા મંડળ તથા યુએસઈ પીપી યુનીટ ખાતે રસીકરણની કામગીરી ચાલે છે. આ ઉપરાંત વિદ્યાનગર પીએચસી કેન્દ્ર, અજરપુરા, ઓડ, અડાસ, સારસા, નાવલી ગામે આવેલા પીએચસી કેન્દ્ર પર 18 વર્ષથી ઉપર સવારના નવ વાગ્યે રસીકરણનો પ્રારંભ થયો હતો.

મહત્વનું છે કે, બોરસદ તાલુકામાં છ કેન્દ્ર પર, પેટલાદ તાલુકામાં છ કેન્દ્ર, ખંભાતમાં પાંચ, ઉમરેઠમાં બે અને સોજીત્રામાં બે કેન્દ્ર ઉપર તથા તારાપુરમાં બે કેન્દ્ર ઉપર રસીકરણી કામગીરી ચાલી રહી છે. આમ આજે વહેલી સવારથી લોકો રસી મુકાવવા માટે ઉમટી પડ્યા હતા. ખાસ કરીને વિદ્યાનગર પીએચસી કેન્દ્રમાં પણ 200 જેટલા યુવકોને વેક્સિન મુકવાની કામગીરી બપોર સુધીમાં જ પૂર્ણ થઈ ગઈ હતી.

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્ય સરકારે 18થી ઉપરના લોકોના વેક્સિન માટેનો પ્રારંભ કર્યો છે. ત્યારે આણંદ જિલ્લામાં પણ દરેક તાલુકામાં યુવકોની સંખ્યાને ધ્યાને લઈ કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે. જોકે, આગામી દિવસોમાં કેન્દ્રની જરુરીયાત વધશે તો નવા કેન્દ્રો ઉભા કરવામાં આવશે. જિલ્લામાં નવ લાખથી વધુ યુવાધન છે. ત્યારે વેક્સિનનો જથ્થો વધુ ફળવાશે ત્યારે સેન્ટરો વધારવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...