તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Vaccine Center Started By Vidyanagar Town Club, An Atmosphere Of Enthusiasm Among The Citizens Regarding The Ideal System.

રસીકરણ:વિદ્યાનગર ટાઉન ક્લબ દ્વારા વેક્સિન સેન્ટર કાર્યરત કરાયું, આદર્શ વ્યવસ્થાને લઈ નાગરિકોમાં ઉત્સાહનો માહોલ

આણંદ3 મહિનો પહેલા
  • ઓનલાઈન અને ઓફલાઇન રજિસ્ટ્રેશન કરી વેક્સિનેશનની સુવિધા અપાઇ

વિશ્વ યોગ દિવસના રોજથી દેશમાં વેક્સિનેશન મહા અભિયાન શરૂ થયું હતું. વિદ્યાનગર ટાઉન ક્લબ દ્વારા પણ વેક્સિનેશનની આદર્શ વ્યવસ્થા સાથે કેન્દ્ર કાર્યરત કરાયું છે. વેક્સિનેશનથી ડરતા અને ભીડ જોઈ ભાગતા નાગરિકો માટે અહીં કોવિડ નિયમો અનુસાર સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. ઓનલાઈન અને ઓફલાઇન રજિસ્ટ્રેશન કરી વેક્સિનેશનની સુવિધા હોઈ સ્થાનિકોનો ઘસારો વધી રહ્યો છે.

સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી

વિદ્યાનગર ટાઉન ક્લબ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સહયોગથી વિદ્યાનગર ટાઉન ક્લબ કેમ્પસમાં વેક્સિનેશન સેન્ટર કાર્યરત કરાયું છે. જેમાં દૈનિક 400 થી વધુ લોકોને રસી આપવામાં આવે છે. ખાસ કરીને તમામ વયના નાગરિકોને વેક્સિન મુકાવામાં કોઈ તકલીફ ન પડે તે માટે પુરતી તકેદારી રાખવામાં આવે છે. વલ્લભ વિદ્યાનગર ટાઉન ક્લબ દ્વારા વેક્સિન કેન્દ્ર ઉપર સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

સ્થળ પર જ ઓળખકાર્ડ કે આધારકાર્ડની ઝેરોક્ષ કાઢી આપવામાં આવી

વિદ્યાનગર ટાઉન ક્લબ દ્વારા વેક્સિન મુકાવવા માટે આવનાર લોકોને સ્થળ પર જ ઓળખકાર્ડ કે આધારકાર્ડની ઝેરોક્ષ કાઢી આપવામાં આવે છે. તેમજ વેક્સિન મુકાવીને અડધો કલાક સુધી બેસી રહેવા માટે પણ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે ચ્હા પાણી નાસ્તાની વ્યવસ્થા પણ કરાઈ છે. આ ઉપરાંત વેક્સિન મુકાવનાર લોકોને સ્થળ પરથી વેક્સિનનું પ્રમાણપત્ર મળી રહે તેવી વ્યવસ્થા ટાઉન ક્લબ દ્વારા કરવામાં આવી છે. વિદ્યાનગર પીએચસી કેન્દ્રના સ્ટાફ દ્વારા વેક્સિન મુકવામાં આવે છે. બાકીની તમામ જવાબદારી વિદ્યાનગર ટાઉન ક્લબએ નિભાવી છે.

વેક્સિનેશન મહાઅભિયાનનો નાનો ભાગ બની કાર્યરત છીએ

આ અંગે સંસ્થાના પ્રમુખ મીનેશ અમીને જણાવ્યું હતું કે વેક્સિનેશન કોરોના નાબુદીનો એક માત્ર ઉપાય છે. અમે 2000 થી વધુ લોકોને વેક્સિન આપી ચુક્યા છીએ. નાગરિકોને વેક્સિનેશન યોગ્ય રીતે અને ઝડપી મળી રહે તે માટે આ વેક્સિનેશન સેવા કેન્દ્ર ઉભુ કર્યું છે. વિદ્યાનગર કોરોના મુક્ત બને તે માટે અમે સૌએ સરકારના વેક્સિનેશન મહાઅભિયાનનો નાનો ભાગ બની કાર્યરત છીએ.

અન્ય સમાચારો પણ છે...