તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:જિલ્લામાં વેક્સિન ડોઝ બુધવારે ન મળતાં રસીકરણ બંધ રહ્યું

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કામગીરી મંદ પડતા બીજાથી ત્રીજા સ્થાને પહોંચી ગયો

આણંદ જિલ્લામાં છેલ્લા 6 માસથી વેક્સિનની કામગીરી ચાલી રહી છે. તેમ છતાં અત્યાર સુધી 6.85 લોકો વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. હાલમાં રસીકરણની કામગીરી જિલ્લામાં પુરતા ડોઝ મળતાં નહીં હોવાથી મદદ પડી છે. બુધવારે વેક્સિનના ડોઝ ન આવતા તમામ કેન્દ્ર પર રસીકરણની કામગીરી બંધ રાખવામાં આવી હતી. આણંદ જિલ્લાના દૈનિક 70 કેન્દ્ર પર છેલ્લા 7 દિવસથી 9 હજાર લોકોને રસી આપવામાં આવે છે. જે જૂન માસમાં દૈનિક12 થી 15 હજાર લોકોને રસી આપવામાં આવી હતી.જો કે હાલમાં વેક્સિન કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે.

જો કે હાલમાં 18 વર્ષથી ઉપરના પ્રથમ ડોઝ આપવાની કામગીરી ચાલે છે. જો કે બુધવારે જિલ્લામાં વેક્સિનડોઝ આવ્યા ન હતા.તેના કારણે કામગીરી બંધ રાખવામાં આવી હતી. આણંદ જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી જણાવ્યું હતું કે બુધવાર સાંજે પર્યાપ્ત માત્રમાં ડોઝ આવ્યા છે.જેથી ગુરૂવારે કેન્દ્રો રસી કરણની કામગીરી હાથધરવામાં આવશે. જો કે અગાઉથી જાહેર કર્યુ ન હોવાથી કેટલાંક લોકો રસી મુકવા માટેવેક્સિન કેન્દ્ર પર પહોંચી ગયા હતા.પરંતુ વેક્સિનની કામગીરી બંધ હોવાનું જણવા મળતાં લોકોને ધરમધક્કા ખાવા પડે છે.

અન્ય સમાચારો પણ છે...