રસીકરણ મેગા ડ્રાઇવ:આણંદ જિલ્લામા મહારસીકરણ અભિયાનમાં 81 હજારને વેક્સિન

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાર કલાકમાં 40 હજારને વધુ લોકોને વેક્સિન મુકાઈ

સમગ્ર રાજ્યમાં કોરોના સામેની ઝુંબેશને તેજ બનાવવા સમગ્ર રાજ્યમાં શુક્રવારના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસે ‘રસીકરણ મેગા ડ્રાઇવ’ યોજી હતી. આણંદ જિલ્લામાં 450થી વધુ વેકસિન સેન્ટરો ઉપર રસીકરણ મહા ઝુંબેશનું આયોજન કર્યું હતું.

આ અંગેની વિગતો આપતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ. ટી. છારીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં તંત્ર દ્વારા વહેલી સવારથી શરૂ કરેલ રસીકરણની કામગીરી મોડી રાત સુધી ચાલુ રાખી હતી. જેમાં જિલ્લાના આરોગ્ય કર્મીઓ, તબીબો, પેરા મેડિકલ સ્ટાફ સહિત સૌએ સાથે મળીને રસીકરણ અભિયાનને ઝુંબેશ સ્વરૂપે ઉપાડીને આણંદ જિલ્‍લામાં 17મીના રોજ એક જ દિવસમાં મોડી રાત્રિ સુધી 81308 નાગરિકોને વેકસીનના ડોઝ આપવામાં આવ્યા હતા.

જેમાં જિલ્લામાં18થી44 વર્ષની વયના વ્યકિતઓમાં 14437ને પ્રથમ ડોઝ તથા 40081 ને બીજો ડોઝ, 45થી 59 વર્ષની વયના નાગરિકોમાં 3368ને પ્રથમ ડોઝ તથા14858ને બીજો ડોઝ જયારે 60 થી વધુ વય પૈકી 1700 ને પ્રથમ તથા7997 ને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. જિલ્લામાં વધુને વધુ નાગરિકોનું રસીકરણ થાય તે માટે મોડી રાત્રિ સુધી રસીકરણની કામગીરી ચાલુ રહેવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...