તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્રોશ:સરકારી નિયમના પગલે આણંદમાં રસીકરણ બંધ, લોકોમાં નીરાશા

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 45+ને બીજા ડોઝ માટે વલખા મારવાનો વખત આવ્યો

આણંદ જિલ્લામાં વેકિસન કામગીરી 238 કેન્દ્ર પર છેલ્લા ત્રણ માસથી ચાલતી હતી.પરંતુ હાલમાં શહેરી વિસ્તારના યુવકોને રસી આપવા માટે જિલ્લામાં વેકિસન સ્ટોક ફાળવવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. તેમજ હાલમાં વેકિસન બીજો ડોઝ મોટાભાગના લોકોને બાકી છે.તેવામાં વેકિસન ન આવતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજય સરકાર દ્વારા આગામી ત્રણ દિવસ વેક્સિન કામગીરી સંપૂર્ણ બંધ કરી દેવામાં આવી છે.તેના કારણે આણંદ જિલ્લાના એક પણ કેન્દ્ર પર શુક્રવારના રોજ રસીકરણ કરવામાં આવ્યું ન હતું.

ગ્રામ્ય વિસ્તારાના લોકોને તેની ખબર ન હોવાથી ઘરમધક્કા ખાવાનો વખત આવ્યો હતો. તેના કારણે કેટલીક જગ્યાએ બબાલ પણ થઇ હતી . ગ્રામ્ય વિસ્તારની જનતાને રસી મુકવામાં તંત્ર દ્વારા ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે. 18 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન કામગીરી શરૂ કરવામાં આવી નથી. હવે 45 વર્ષના ઉપરના લોકોને બીજો ડોઝ માટે રજીસ્ટ્રેશન કરવા પડશે.તેને લઇને ગ્રામ્ય વિસ્તારનો લોકો મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેથી ભારે રોષ જોવા મળી રહ્યો છે.

જો કે આણંદ જિલ્લામાં અત્યાર સુધી 45 વર્ષથી ઉપરના 2 લાખ લોકોઅે પ્રથમ ડોઝ લીધો છે. પરંતુ તેમાંથી માત્ર 40 હજાર લોકોને જ બીજો ડોઝ મળ્યો છે. જેથી લોકોમાં ચિતાં વ્યાપી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...