ભાસ્કર એક્સક્લુઝિવ:વેક્સિનેશન OFFLINE ચાલું, ONLINE બંધ, કોવિડ ફરી માથું ઉંચકી રહ્યો છે ત્યારે COWIN.GOV.IN પર રજીસ્ટ્રેશન ન થતાં વેક્સિનેશનની ગતિ અવરોધાઇ

આણંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સાઇટ પર દરેક વિગતો સ્વિકાર્યાં બાદ કોઇ પણ રાજ્ય અને જિલ્લો પસંદ કર્યાં પછી જવાબ મળે છે કે, બુકિંગ માટે કોઇ રસીકરણ કેન્દ્ર ઉપલબ્ધ નથી

દેશમાં હાલ કોરોનાની સ્થિતિ ફરી વણસી રહીં છે ત્યારે ભારત સરકાર દ્વારા બનાવાયેલી COWIN.GOV.IN પર ઓનલાઈન બુકિંગ થઈ શકતું નથી જેના કારણે વેક્સિનેશનની ગતિ અવરોધાઈ છે. કોરોનાએ ફરી વાર માથું ઉંચક્યું હોય લોકોમાં કોરોનાની ચોથી લહેરની બીક જોવા મળી રહીં છે. ત્યારે હાલમાં પ્રથમ ડોઝ લીધો હોય પરંતું બીજો ડોઝ બાકી હોય તેવા લોકો ઓનલાઈન એપ્લિકેશનમાં રજીસ્ટ્રેશન કરવાનો પ્રયત્ન કરે છે પરંતું છેલ્લા એક માસથી વેબસાઈટ બંધ છે.

હાલમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન બંધ
લોકોને વેક્સિનનો ડોઝ મુકાવવા માટે રજીસ્ટ્રેશન વગર અગાઉ મુકાવેલ વેક્સિનના કેન્દ્ર પર પહોંચે તો કાલે આવજો તેવા જવાબો મળતાં હોય ધરમધક્કા ખાવા પડે છે. આ અંગે આણંદ જિલ્લાના આરોગ્ય વિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે હાલમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન બંધ છે. રાજ્યમાં 29 એપ્રિલ સુધીમાં 18+ના 53885594ને રસીનો પ્રથમ ડોઝ અપાયો છે. જેમાંથી બીજો ડોઝ 51365611 લોકોએ જ લેતા હજુ 2519983 લોકોને બીજો ડોઝ લેવાનો બાકી છે.

ગુજરાતમાં પણ દૈનિક કેસોમાં વધારો થયો
હાલમાં સમગ્ર દેશમાં કોરોના સંક્રમણે ગત વર્ષની જેમ પુનઃ માથું ઉંચકયું છે. છેલ્લા એક સપ્તાહથી દૈનિક કેસોમાં વધારો થઇ રહ્યો છે. જેમાં કેરળ સહિતના રાજ્યમાં સ્થિતિ વણસી છે. ગુજરાતમાં પણ દૈનિક કેસોમાં વધારો થયો છે. જેના પગલે વેક્સિનનો બીજો અને પ્રિકોશન ડોઝ લેવા માટે લોકો ભારત સરકાર દ્વારા બનાવાયેલી COWIN.GOV.IN પર ઓનલાઈન બુકિંગ કરવા માટે પ્રયત્નો કરી રહ્યાં છે.પરંતુ વેબસાઇટમાં રજીસ્ટ્રેશન થતું નથી. જયારે એક વર્ષ અગાઉ દરેક જિલ્લામાં 200થી 300 રસીકરણ કેન્દ્ર હતા.

આણંદ સહિત દરેક જિલ્લામાં માત્ર 60થી 80 કેન્દ્રો કાર્યરત
વિવિધ સંસ્થાઓના સહયોગથી રસીકરણ કેમ્પ યોજવામાં આવતાં હતા, હાલમાં આણંદ સહિત દરેક જિલ્લામાં માત્ર 60થી 80 કેન્દ્રો કાર્યરત છે. પીએચસી કેન્દ્ર અને સીએચસી કેન્દ્રમાં ઓફલાઈન રસીકરણ ચાલુ છે. હાલ રાજ્યના તમામ 33 જિલ્લામાં અને 8 મહાનગરોમાં વેક્સિનના પૂરતાં ડોઝ હોવા છતાં ઓનલાઈન રજીસ્ટ્રેશન થતું ન હોવાના કારણે રસીકરણની ટકાવારી ઘટી ગઈ છે.

વેક્સિન લેવા જુદા-જુદા સેન્ટરો પર ગોળ ગોળ ફરવાનો વારો
આણંદ જિલ્લાનું ઉદાહરણ લઈએ તો હાલ માત્ર 63 કેન્દ્રો પર રસીકરણ શરૂ છે. જેના કારણે કયાં કેન્દ્ર પર વેક્સિન ચાલુ છે. તેની જાણકારી સાઈટ બંધ હોવાના કારણે લોકોને મળતી નથી અને વેક્સિન લેવા જુદા-જુદા સેન્ટરો પર ગોળ ગોળ ફરવાનો વારો આવે છે. આવી સ્થિતિ ગુજરાત સહિત સમગ્ર દેશમાં જોવા મળી રહીં છે.

કોવિડની સ્થિતિ ફરી વણસી રહીં છે
ચૂંટણીના ચોકઠાં ગોઠવવામાં વ્યસ્ત સરકારને સમગ્ર દેશ માટે વેક્સિનેશન રજીસ્ટ્રેશન જેવી મહત્વની સાઈટ શરૂ કરવાની ફુરસદ મળતી નથી તે ઘણી ગંભીર બાબત છે. ખાસ કરીને કોવિડની સ્થિતિ ફરી વણસી રહીં છે ત્યારે કોઈ ભ્રમમાં રહ્યાં વગર પાણી પહેલા પાળ બાંધવા તાત્કાલિક આ સાઈટ શરૂ કરવી જરૂરી છે.

રાજ્યમાં રવિવારે નવા 18 કેસ પોઝિટિવ, એક્ટિવ 122
ગુજરાતમાં પણ કોવિડ ધીમી ગતિએ ફરી પગ પેસારો કરી રહ્યો છે. રવિવારે સાંજે 5 વાગ્યા સુધીમાં અમદાવાદ જિલ્લામાં 5, વડોદરા જિલ્લામાં 11 અને ગાંધીનગર-રાજકોટમાં 1-1 સહિત કુલ 18 કેસ ચોપડે નોંધાયા છે. જ્યારે રાજ્યમાં હાલ કુલ 122 કેસ એક્ટિવ છે. જેમાંથી એક પણ દર્દી વેન્ટીલેટર પર નથી. તમામની સ્થિતિ સ્ટેબલ છે. રસીકરણની વાત કરીએ તો રવિવારે 18+ના 277ને પ્રથમ ડોઝ અને 3855ને બીજો ડોઝ અપાયો છે.જ્યારે 15-17 વય જૂથના 75ને પ્રથમ ડોઝ અને 893ને બીજો ડોઝ અપાયો છે.

ગુજરાતમાં 33 જિલ્લા અને 8 મહાપાલિકામાં 25.19 લાખ લોકોએ હજુ સુધી બીજો ડોઝ લીધો નથી

ક્રમજિલ્લોબીજો ડોઝ બાકી
1બનાસકાંઠા-35973
2આણંદ-86421
3દાહોદ-62006
4ખેડા-23858
5કચ્છ-135482
6મહેસાણા-130693
7ભાવનગર89366
8વલસાડ78360
9અમદાવાદ71913
10સુરેન્દ્રનગર25386
11ભરૂચ-32636
12સુરત-147208
13રાજકોટ-70111
14પંચમહાલ-26042
15વડોદરા3052
16જૂનાગઢ71950
17સાબરકાંઠા-34540
18અમરેલી-10627
19નવસારી-27848
20ગીર સોમનાથ-62787
21પાટણ-19075
22ગાંધીનગર21034
23મહીસાગર1545
24અરવલ્લી2885
25મોરબી-9091
26જામનગર5526
27છોટાઉદેપુર-42365
28દ્વારકા-40197
29તાપી-24632
30નર્મદા-48901
31પોરબંદર-19636
32બોટાદ-22261
33ડાંગ-12558

રાજ્યમાં શુક્રવારે સાંજ સુધી 25,19,983 લોકોને વેક્સિનનો બીજો ડોઝ લેવાનો બાકી છે જે - નિશાની સાથે દર્શાવેલ છે. જયારે 3,86,327 લોકોએ પોતાના જિલ્લા બહાર વેક્સિન લીધેલી છે. જેથી કેટલાક જિલ્લા અને મહાપાલિકામાં પ્રથમ કરતાં બીજો ડોઝ વધુ લોકોએ લીધેલો છે. તે પ્રસ્તુત કોષ્ટકમાં + નિશાની સાથે દર્શાવાયો છે.

8 મહાપાલિકા

ક્રમમહાપાલિકાબીજો ડોઝ બાકી
1અમદાવાદ-814880
2સુરત-494760
3વડોદરા-103325
4રાજકોટ--32636
5ભાવનગર-38796
6જામનગર-61070
7જૂનાગઢ19740
8ગાંધીનગર-96450
અન્ય સમાચારો પણ છે...