તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકારણ:આણંદ જિલ્લામાં 18થી વધુ વયનાને આજથી રસીનો પ્રારંભ

આણંદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 8 તાલુકાના 30 કેન્દ્રો પર કોરોનાની વેક્સિન મુકાશે

આણંદ જિલ્લામાં અત્યાર સુધી 18થી વધુ વયનાને રસીકરણની કામગીરી થઇ ન હતી. જો કે, રાજય સરકારે આવતીકાલે શુક્રવારથી સમગ્ર રાજયમાં 18 ઉપરનાને વેક્સિન આપવાની જાહેરાત કરી છે. જે અંતર્ગત આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 18 પ્લસને વેક્સિનનો પ્રારંભ કરાશે. જિલ્લામાં 18 થી 44 વર્ષની વય જૂથમાં 9 લાખ યુવાનોનો સમાવેશ થાય છે. આણંદ જિલ્લામાં કુલ 52 પીએચસી કેન્દ્ર છે. તેમાંથી વધુ વસ્તી ધરાવતા ગામોના કેન્દ્રો પર વેક્સિન કામગીરી શરૂ કરાશે.

આણંદ જિલ્લાના 8 તાલુકા શરૂઆતમાં 30 કેન્દ્રો પર 18 પ્લસને વેક્સિન મુકવામાં આવશે. જે માટે https://selfregistration.cowin.gov.in વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ જે ઓટીપી આવે તે લઇને કેન્દ્ર પર જવાનું રહેશે તેમ જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે. હાલમાં આણંદ શહેર સહિત આઠેય તાલુકામાં પ્રત્યેકમાં 4 કેન્દ્રો પર વેક્સિનની કામગીરી હાથ ધરાશે. ત્યારબાદ જરૂરિયાત મુજબ કેન્દ્રોનો વધારો કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...