તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસી નથી:વેક્સિન મહાઅભિયાનના પ્રારંભે 17 હજાર લોકોનું રસીકરણ, આઠમા દિવસે માત્ર 3927

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તંત્રએ રસીકરણની મોટા ઉપાડે જાહેરાત કરી પરંતુ સ્ટોકના અભાવે એક સપ્તાહમાંજ 72 ટકાનો ઘટાડો

આણંદ જિલ્લામાં 21મી જૂનને સોમવારે વેક્સિન મહાઅભિયાનનો પ્રારંભ તત્કાલિન જિલ્લા કલેકટર આર.જી.ગોહિલ અને સાંસદ મિતેષ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં બાકી રહેલા તમામ લોકોને વેક્સિન આગામી 6 માસમાં પૂર્ણ કરવા માટે 157 કેન્દ્ર પર કાર્યારંભ કરાયો હતો. ઝડપથી વેક્સિનેશન થાય તે માટે ઓન ધી સ્પોટ રજીસ્ટ્રેશન સાથે વેક્સિન કામગીરી શરૂ કરાઇ હતી.દૈનિક 15000 હજારને વેક્સિન આપવાના ટાર્ગેટ સામે પ્રથમ દિવસે 17000થી વધુ લોકોને વેક્સિન આપીને 120 ટકા સિદ્ધિ હાંસલ કરી હતી.

દૈનિક પુરતા પ્રમાણ વેક્સિન ડોઝ ફાળવવામાં આવશે તેમ સરકારે જાહેરાત કરી હતી. જો કે ગુજરાતી કહેવત આરંભે સુરા ને તંત્રએ સાબિત કરી બતાવી સાત દિવસમાં જ તંત્ર હાફી ગયું હતુ. જિલ્લામાં પુરતા ડોઝ ન મળતાં 28મી જૂને સોમવારે માત્ર 44 કેન્દ્ર પર 28 ટકા રસીકરણ થયું હતું. આમ લોકોને ધરમ ધક્કા ખાવાનો વખત આવ્યો હતો અને જુદા જુદા કેન્દ્રો પર ફરવાનો વારો આવ્યો હતો.

વેક્સિન લેવા માટે 4 દિવસથી ધક્કા ખાઉ છું
આણંદ અર્બન હેલ્થ સેન્ટરમાં શુક્રવારથી વેક્સિન લેવા માટે આવું છું. દરરોજ એક જવાબ આપેછે. કાલમે આવજો સ્ટોક પુરતો નથી. શનિવારે કેન્દ્ર પર ગયો ત્યારે રસી આવી નથી. સોમવારે આવજો. સોમવારે રસી મુકવા માટે ગયો ત્યારે કહ્યું કે આજે 130 ડોઝ આવ્યા છે. જેથી લાઇનમાં ઉભા રહો તમારો નંબર લાગશે તો ખરો નહીં ફરી આવજો.> ભીખુભાઇ વોરા, આણંદ

શહેરમાં માત્ર બે કેન્દ્ર પર વેક્સિન કામગીરી
આણંદ શહેરમાં મેફેર રોડ આવેલા અર્બન હેલ્થ સેન્ટર અને બાકરોલ પીએચસીમાં વેક્સિન કામગીરી હાથધરાઇ હતી પરંતુ ત્યાં પણ માત્ર 100થી 130 ડોઝ આવ્યા હતા.જેથી બાકીને પરત જવાનો વખત આવ્યો હતો. જયારે બાકીના કેન્દ્ર પર સતત ત્રીજા દિવસે વેક્સિન નથી બોર્ડ લાગેલા જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...