તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વેક્સિનેશન અભિયાન:એપ્રિલના 800ડોઝ સામે મેમાં માત્ર 200 ડોઝ આવતા રસીકરણમાં ઘટાડો થયો

આણંદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આણંદમાં રસીકરણ કેન્દ્ર પર 15-20 ડોઝ આવતા લોકોને પરત ફરવાનો વારો
 • ગ્રામ્ય વિસ્તારના વેક્સિન કેન્દ્ર બંધ હાલતમાં માત્ર 88 કેન્દ્ર પર જ રસીકરણ

આણંદ જિલ્લામાં મે માસમાં બે દિવસમાં 308 પોઝિટીવ કેસ નોંધાયા છે.જયારે એપ્રિલ માસમાં 308 કેસ થતાં 12 દિવસ લાગ્યા હતા. તેની સામે એપ્રિલના પ્રથમ દસ દિવસમાં 1.10 લાખ લોકોને વેક્સિન મુકવામાં આવી હતી.તેની સામે છેલ્લા 10 દિવસમાં માત્ર 45 હજારને વેક્સિન મુકવામાં આવી છે.

તેમાં છેલ્લા બે દિવસમાં માત્ર 1500 લોકોને વેક્સિન અપાઇ છે.તેમાં બીજો ટોઝ લેનારની સંખ્યા વધારે છે. આમ જિલ્લામાં વેક્સિન કામગીરી 55 ટકાનો ઘટાડો નોંધાયો છે.તેની સામે કોરોના પોઝિટીવ કેસમાં 300 ટકાનો વધારો થયા છે.

હાલમાં જિલ્લાના 233 વેક્સિન કેન્દ્રમાંથી સોમવારે માત્ર 88 કેન્દ્રો પર રસીકરણ થયું છે. આણંદમાં મોટાભાગના કેન્દ્ર બંધ હાલતમાં છે. આણંદમાં સિવિલ હોસ્પિટલ, ઓમકારેશ્વર મહાદેવ, બાકરોલ પીએચસી સહિતના કેન્દ્ર પર વેક્સિન કામગીરી સોમવારે બંધ હતી તેના કારણે ઘણા લોકોને ઘરે પરત જવાનો વખત આવ્યો છે. હાલ કોરોના પીક વધી છે.ત્યારે સૌ કોઇ વેક્સિન મુકાવીને સુરક્ષિત થવા માંગે છે. પરંતુ રાજય સરકાર દ્વારા પુરતી વેક્સિન ફાળવવામાં આવતી નથી.

આણંદ જિલ્લામાં અગાઉ એપ્રિલ માસમાં 800 થી 1000 વધુ ડોઝ આવતાં હતા.ધટીને હાલમાં ઘટી માત્ર રાજયમાંથી 200 થી ઓછા ડોઝ આવે છે. તેના કારણે બપોરબાદ તમામ રસીકેન્દ્ર વેક્સિન નથી બોર્ડ લટકતા જોવા મળી રહ્યાં છે, એક બાજુ કોરોના સંક્રમણ અટકાવવા માટે વધુ ને વધુ લોકો વેક્સિન મુકાવે તેવી જાહેરાત કરે છે. પરંતુ વેક્સિનના પુરતા ડોઝ આપવામાં સરકાર નિષ્ફળ ગઇ છે. હાલમાં સરકાર પીક ધરાવતા જિલ્લામાં વેક્સિન પર ધ્યાને આપી રહી છે. તેનો મતલબ એ થયો કે જયાં ઓછા કેસ છે ત્યાં કેસ વધ્યા બાદ વેક્સિનની કામગીરી તેજ કરાશે.તેની રાહ જોઇ રહ્યું તેવું લાગી રહ્યું છે. જો તમે બહારના દેશમાં વેક્સિન મોકલી ન હોત દેશની આ દશા થાત નહીં.

જિલ્લામાં કેન્દ્ર પર વેક્સિન ન હોવાથી લોકોને ભટકવાનો વખત
ઉમરેઠ શહેરના પીએચસી કેન્દ્ર પર પંચાલ પરિવારના યુવક 60 કાકીને લઇને બીજો ટોઝ મુકાવવા માટે ગયો હતો.ત્યારે વેક્સિન કેન્દ્ર પર વેક્સિન નથી. તેથી ફરી આવજો . અન્ય કેન્દ્ર પર વેક્સિન ન હતી. જો કે ગામડાના કેટલાંક કેન્દ્ર પર વેક્સિન આવતી નથી. > પિન્ટુભાઇ પંચાલ, સ્થાનિક રહીશ ઉમરેઠ

​​​​​​​બાકરોલ કેન્દ્ર પર વેક્સિન નથી તેવા બોર્ડ લડકતા જોવા મળ્યા
આણંદ શહેરના બાકરોલ અર્બન હેલ્થ સેન્ટર પર સોમવારે લોકો રસી મુકવા માટે ગયા હતા. જેમાં બીજો ટોઝ મુકાવનારની સંખ્યા વધુ છે.પરંતુ ત્યાં તો વેક્સિન નથી.તેવા બોર્ડ સવારથી લાગેલા જોવા મળ્યા હતા. જેના કારણે સિનિયર સિટીઝનો સહિત સૌ કોઇને પરત જવાનો વખત આવ્યો હતો. > સંજયભાઇ, સ્થાનિક રહીશ આણંદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો