તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:5 હજારથી વધુ વસ્તી ધરાવતા 12 ગામોમાં રસીકરણની કામગીરી પૂર્ણ

આણંદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિદ્યાનગર-આણંદ ખાતે વિવિધ સંસ્થાઓ દ્વારાવેક્સિન કેમ્ય યોજવામાં આવ્યો હતો. - Divya Bhaskar
વિદ્યાનગર-આણંદ ખાતે વિવિધ સંસ્થાઓ દ્વારાવેક્સિન કેમ્ય યોજવામાં આવ્યો હતો.
  • જિલ્લામાં 100 ટકા રસીકરણ ધરાવતા 70 ગામો
  • 3 હજારની આસપાસ વસ્તી ધરાવતા 10 ગામોમાં સંપૂર્ણ રસીકરણ
  • આણંદ શહેરમાં 1.70 લાખના લક્ષ્યાંક સામે 1.43 લાખનું રસીકરણ થતાં 85 ટકા કામગીરી

આણંદ જિલ્લામાં કુલ વસ્તી 22 લાખ ઉપરાંત છે.જેમાં વેક્સિન ડોઝ માટે 18 થી ઉપરના લોકોની વસતી 18 લાખ ઉપરાંત છે. જેમાં આણંદ જિલ્લાના 351 ગામોમાંથી 67 ગામોમાં રસીકરણ કામગીરી 100 ટકા પૂર્ણ થઇ ગઇ છે. 5 હજારથી વધુ વસતીવાળા12 ગામોમાં 100 ટકા વેક્સિનેસન કામગીરી આરોગ્ય વિભાગ અને સ્થાનિક પંચાયતના સહયોગથી પૂર્ણ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 10 દિવસમાં 1.25 લાખ લોકોને રસી મુકવામાં આવી છે તેમજ બંને ડોઝ 4 લાખ ઉપરાંત લોકોએ લીધા છે.

5 હજારથી વધુ જનસંખ્યા ધરાવતા ગામોમાં 100 ટકા રસીકરણમાં ખંભાત તાલુકાના તાલુકાના 4 ગામો,બોરસદ તાલુકાના 2, પેટલાદ તાલુકાના 2 , સોજીત્રા તાલુકાના 2 ,આણંદ અને ઉમરેઠના એક એક ગામોનો સમાવેશ થાય છે. જયારે ત્રણ હજારથી વધુ જનસંખ્યા ધરાવતા ગામોમાં 10 ગામોમાં 100 ટકા રસીકરણ કરવામાં આવ્યું છે.જેમાં સીસ્વા,વિરોલ,ગાડા,ખટનાલ, રંગાઇપુરા, સંતોકપુરા,સેજપુર, ભરોડા, જંલુધ અને હરિપુરાનો સમાવેશ થાય છે.

આણંદ શહેરની વાત કરીએ તો 2.20 લાખની વસતી સામે 1.70 લાખ લોકોને વેક્સિન મુકવાની જરૂર છે. તેની સામે અત્યાર સુધીમાં 1.43 લાખ લોકોને રસી મુકવામાં આવી છે . આમ આણંદ શહેરમાં 85 ટકા રસીકરણ થઇ ચુકયુ છે.

આણંદના 10 કેન્દ્રનું રસીકરણ

સેન્ટરરસીકરણ
બાકરોલ યુપીએચસી30,456
રામકુષ્ણ અર્બન સેન્ટર29,877
પીપીયુનિટ,જૂના સીકે28,658
ગણેશ ચોકડી26,452
બીએનપટેલ9860
સરદાર ગંજ યુપીએચસી3505
સિવિલ આણંદ3554
વેસ્ટન રેલ્વ4586
આંકશા હોસ્પિટલ3419
ઝાયડસ હોસ્પિટલ3216

5 હજારથી વધુ વસ્તી ધરાતવા 12 ગામોમાં 100 ટકા રસીકરણ

તાલુકોગામરસીકરણ
આણંદવહેરાખાડી6288
પેટલાદધર્મજ4612
પેટલાદવડદલા3700
ખંભાતવત્રા3125
ખંભાતકલમસર4717
ખંભાતબાજીપુરા4231
ખંભાતનગરા3997
સોજીત્રાડભોઉ3099
સોજીત્રાપામોલ3133
બોરસદરાસ5356
બોરસદઝારોલા3264
ઉમરેઠથામણા4191

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...