તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:અમેરિકામાં સેવા સંસ્કારી ભારતીયોનું વેક્સિનેશન અભિયાન, આઠ સ્થળો ઉપર સાત હજારથી વધુ લોકોને રસી અપાઇ

આણંદ11 દિવસ પહેલા
 • અમેરિકા ગ્રાસરૂટ લેવલે વેક્સિનેશન પોગ્રામને પહોંચાડવા એનજીઓ અને અન્ય સંસ્થાનોની મદદ લઇ રહ્યુ છે
 • અત્યારસુધી 40 ટકાથી વધુ અમેરિકન વેક્સિન લઇ ચૂક્યાં

વૈશ્વિક મહામારી કોરોનાને માત આપવા અને પોતાની પ્રજાના આરોગ્યને સાચવવા અમેરિકન સરકારના પગલાં સરાહનીય જણાઈ રહ્યા છે. અમેરિકાએ કોરોનાથી પ્રજાને રક્ષણ મળી રહે તે માટે રસીકરણની વ્યાપક ઝુંબેશ ચાલવી હાલ 40 ટકાથી વધુ અમેરિકન વેક્સિન ચૂક્યા છે. અમેરિકાએ હાલ ગ્રાસરૂટ લેવલે વેક્સિનેશન પોગ્રામને પહોંચાડવા એનજીઓ અને અન્ય સંસ્થાનોની મદદ લઇ રહ્યુ છે.

અમેરિકામાં વસતા સેવા સંસ્કારી ભારતીયોજનો દ્વારા પણ વિવિધ શહેરોમાં નિઃશુલ્ક વેક્સિનેશન કેમ્પ યોજીને જનતાને વેક્સિનેટ કરી રહ્યા છે. કેલિફોર્નિયા સ્થિત ઇન્ડો અમેરિકન કલચરલ સોસાયટી, આર્સેટિયા ચેમ્બર ઓફ કોમર્સ,લેબોન હોસ્પિટાલિટી ગૃપ,અને વી.એમ.ફાર્મસીના દ્વારા સંયુક્ત ઉપક્રમે વેક્સિનેશન કેમ્પ યોજવામાં આવી રહ્યા છે. 25 હજાર વ્યક્તિઓના વેક્સિનેટ કરવના સંકલ્પ સાથે આ સંસ્થાઓ આ કપરી મહામારીમાં માનવતા શ્રેષ્ઠ કાર્યમાં સેવારત થઈ છે.

મહત્વનું છે કે, માર્ચના છેલ્લા સપ્તાહમાં શરૂ કરેલ આ વેક્સિનેશન અભિયાનમાં આર્સેટિયા, સેરીટોસ, લેકવુડ, બેલફલાવર, જૈન ટેમ્પલ, લહાબ્રા, નોર્વોક સહિત ઓરેન્જ સીટીમાં વેક્સિનેશન કેમ્પ આયોજિત કરાયા હતા. હાલ સુધી 10 હજાર 800 જેટલા વેક્સિન યુનિટનો વપરાશ થયો છે અને 7600 ઉપરાંત વ્યક્તિઓને વેક્સિનેટ કરાયા છે. અમેરિકામાં વેક્સિનનો એક ડોઝ લીધા બાદ 17થી 21 દિવસમાં બીજો ડોઝ લઈ શકાય છે. જેને લઈ આર્સેટિયા, સેરીટોસ, બેલફલાવર અને જૈન ટેમ્પલમાં પ્રથમ ડોઝ લીધેલ વ્યક્તિને બીજો ડોઝ પણ આપી દેવાયો છે.

મહત્વનું છે કે, આર્સેટિયા ખાતે ન્યૂ લાઈફ ચર્ચ ખાતે 1500 જેટલા વ્યક્તિઓનો વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો. આ પોગ્રામમાં આર્સેટિયા ચેમ્બર ઓફ કોમર્સ ના ફ્રેન્ક ,સેરીટોસ પૂર્વ મેયર અને હાલ કાઉન્સિલમેન નરેશ સોલંકી, આર્સેટિયાના પૂર્વ મેયર અને હાલ કાઉન્સીલમેન અલિ તાજ, તેમજ વી.એમ.ફાર્મસીના જીજ્ઞેશ મહેતા ઉપસ્થિત રહી વેકસીનેશન સેવાકાર્ય હાથ ધર્યું હતું.

આ તબક્કે વેક્સિનેશન કેમ્પમાં ઉપસ્થિત રહેલાં આર્સેટિયાના કાઉન્સિલર અલી તાજે ભારતીયોની ચારેય સંસ્થાઓને દ્વારા યોજવામાં આવેલ વેક્સિનેશન અભિયાનને બિરદાવ્યું હતું. તેમણે ભારતીયો દ્વારા થતાં આ કાર્યમાં હાજર રહેવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં જ્યારે કોરોના સંકટ ચાલી રહ્નાં છે ત્યારે તે માટે અમેરિકામાં વસતાં ભારતીયો પણ સહાયરૂપ બને તેવી અપીલ કરી હતી.

સેરિટોઝના કાઉન્સિલર અને પૂર્વ મેયર નરેશ સોલંકીએ પણ આ કેમ્પમાં વિશેષ હાજરી આપી હતી. તેમણે મુશ્કેલીના સમયમાં લોકોને સહાયરૂપ થવાની ભારતીયોની ભાવનાની પ્રશંસા કરી હતી. વી.એમ. ફાર્માસીના જીજ્ઞેશ મહેતા તથા ચેમ્બર ઓફ કોમર્સના ડિરેક્ટર મિસ્ટર ફ્રેન્ક દ્વારા પણ વેક્સિનેશન કેમ્પ યોજવા બદલ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

રસીકરણ અભિયાનમાં જેનો મહત્વનો ફાળો રહ્યા છે તેવા લેબોર્ન હોસ્પિટાલિટી ગ્રુપના યોગી પટેલે અમેરિકામાં વસતા ભારતીયોને કોરોનાની રસી લેવાની ખાસ અપીલ કરી હતી. આ ઉપરાંત, ભારતમાં પણ કોરોના કહેર મચાવી રહ્ના છે ત્યારે ભારતીયો વધુ સતર્ક બને તથા ભારતમાં પણ વેકસીનેશન પોગ્રામ ચાલી રહ્ય છે. તેનો લાભ લેવા માટે ખાસ અનુરોધ કર્યો હતો. ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટીના પરિમલ શાહે વેકસીનેશન કેમ્પના આયોજનમાં સહકાર આપવા બદલ અન્ય ત્રણ સંસ્થાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે વધુને વધુ લોકોને રસીકરણ અભિયાનમાં જાડાવા હાકલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો