કોરોના રસીકરણ:વડાપ્રધાનના જન્મદિને 1.31 લાખ લોકોને વેક્સિનેશનનું અભિયાન

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં 442 કેન્દ્રો પર વિશેષ વ્યવસ્થા કરાઇ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે આણંદ જિલ્લામાં એક જ દિવસમાં 1.31 લાખ લોકોને વેક્સિન આપવાનો લક્ષ્યાંક સેવવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 7 માસમાં 13.48 લાખ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. ત્યારે આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આવતીકાલે શુક્રવારે વડાપ્રધાનના જન્મદિને 1.31 લાખ લોકોને એક સાથે વેક્સિન આપવાની તૈયારી કરાઇ છે.

જેના ભાગરૂપે તમામ પીએચસી સહિત સરકારી દવાખાના અને ટ્રસ્ટ સંચાલિત સ્થળો પર વેક્સિન કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગની ટીમો સહિત આંગણવાડી બહેનો કાર્યરત રહેશે. જિલ્લા આરોગ્ય વિભાગના ડો એમ.ટી.છારીએ જણાવ્યું હુતું કે જિલ્લામાં હાલ 30 ટકા લોકો જ વેક્સિનથી વંચિત છે. આણંદ જિલ્લામાં 442 કેન્દ્રો પર 1.31 લાખને વેક્સિન મુકવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરેક તાલુકામાં 40 થી વધુ કેન્દ્રો અને શહેરોમાં 20 કેન્દ્ર ઉભા કરાશે.

અન્ય સમાચારો પણ છે...