તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • Vaccination Before Surgery Can Reduce Mortality, University Of Birmingham Publishes Study Findings On Covid 19 Vaccination

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:સર્જરી પહેલા રસીકરણથી મૃત્યુ દર ઘટાડી શકાય છે, બર્મિંગહામ યુનિવર્સિટીએ કોવીડ 19 રસીકરણ અંગે અભ્યાસના તારણો પ્રકાશિત કર્યા

આણંદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કરમસદ હોસ્પિ.ના કેન્સર-કાર્ડિયાક સર્જને ભાગ લીધો

શસ્ત્રક્રિયા માટે રાહ જોતા હોય તેવા દર્દીઓએ એક અઠવાડિયા પહેલા કોવિડ 19ની રસીકરણ કરવામાં આવે તો શસ્ત્રક્રિયા બાદ થતાં મૃત્યુદરને ઘટાડી શકાય છે. તબીબી વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે, શસ્ત્રક્રિયા પહેલા રસીકરણ કરવામાં આવે તો દુનિયાભરમાં વાઇરસના કારણે થતાં વધારાના મૃત્યુને ઘટાડી શકાય છે. તાજેતરમાં જ બર્મિંગહામ યુનિ.ના નિષ્ણાતોની આગેવાની હેઠળ આ.રાં. કોવિડ સર્જિકલ સંશોધનકર્તાઓની ટીમે બુધવારે જ બ્રિટિશ જર્નલ સર્જરી અને યુરોપિયન જર્નલ ઓફ સર્જરીમાં અભ્યાસના ડેટાના તારણો પ્રકાશિત કર્યા હતાં.

શસ્ત્રક્રિયાનો વિશ્વનો સૌથી બહોળો આંતરરાષ્ટ્રિય અભ્યાસ બર્મિંગહામ યુનિ. દ્વારા કરવામાં આવ્યો હતો. જેનુ ફડિંગ એન.આઇ.એચ.આર દ્વારા ફાળવવામાં આવ્યુ હતું. જેમાં વૈશ્વિક સ્તરે તેના 1,41,582 લોકોના નમુના અભ્યાસક્રમમાં લેવામાં આવ્યા હતાં. જેમાં ભારતની 56 હોસ્પિટલ અને દુનિયાના116 દેશોની 1667 હોસ્પિટલે ભાગ લીધો હતો. જેમાં ભારતમાં ગુજરાતમાંથી કરમસદ હોસ્પિટલના કેન્સર અને કાર્ડિયાક સર્જન રઘુનંદન, ઓન્કો સર્જન અને ડો. વિશાલ ભિંડે પીડિયાટ્રિક કાર્ડિયાર્ક સર્જન સહિત છ જુનિયર ડોક્ટરોની ટીમમાં ડો.હર્દિલ મજબુદાર, ડો. તનિષ્ક શર્મા, ડો. શિવાંગ અમીન, ડો. સપ્તક માંકડ, ડો. સોહિલખાન પઠાણ અને ડો. રોહિતકુમારે વૈશ્વિક અધ્યયનમા ભાગ લીધો હતો.

આ અંગે ડો. હર્દિલ મજબુદારે જણાવ્યુ હતુ કે, આપણે જ્યારે કોવિડ 19ની બીજી લહેરનો અનુભવ કરી રહ્યાં છે. હવે રસી ઉપલબ્ધ થઇ છે. ત્યારે સર્જને શસ્ત્રક્રિયાના દર્દીઓને સર્જરી પહેલારસીકરણનો આગ્રહ રાખવો જોઇએ. જેનાથી સલામતીથી સર્જરી થઇ શકે અને સર્જરી બાદની આડઅસરમાં ઘટાડો થાય. બર્મિંગહામ યુનિ.ના સહઅગ્રણી લેખ ડો. દમિત્રી નેપોગોડિવે જણાવ્યુ હતુ કે, શસ્ત્રક્રિયા ફરીથી શરૂ કરવી એ વૈકલ્પિક અગ્રતા છે અને માગ છે. આ અધ્યયનમાં 116 દેશના 15000 સર્જન અને એનેસ્થેસ્ટિક ડોક્ટરોએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો