તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:ડેરી પ્રોડક્ટસ વાપરવાથી ડાયાબિટીસ ઓછો પ્રસરે છે

આણંદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈરમા ખાતે પદ્મશ્રી એવોર્ડ વિજેતા ડો.વી.મોહનનું ડેરી પ્રોડકટસની ભૂમિકા અંગે પ્રવચન યોજાયું

ઈન્સ્ટીટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ, આણંદ ખાતે આવેલા ડો. વર્ગીસ કુરિયન સેન્ટર ઓફ એક્સેલન્સના ઉપક્રમે તાજેતરમાં ડાયાબિટીસ જેવા રોગોમાં દૂધ અને ડેરી પ્રોડ્કટસની ભૂમિકા અંગે પદ્મશ્રી એવોર્ડ વિજેતા અને ડો. મોહન ડાયાબિટીસ સ્પેશ્યાલિટીઝ સેન્ટર, ચેરમેન અને મદ્રાસ ડાયાબિટીસ રિસર્ચ ફાઉન્ડેશન, ચેન્નાઈના પ્રેસિડેન્ટ ડો.વી.મોહનના પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતુ.

વર્ષ 2021 ડો. કુરિયનની જન્મ શતાબ્દિ વર્ષ તરીકે મનાવાઈ રહ્યુ છે અને આ તે પ્રસંગે ભારતીય ડેરી ઉદ્યોગમાં તેમના પ્રદાનને યાદ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ પ્રસંગે ડો. મોહન દ્વારા યોજાયેલા પ્રવચનમાં પૌરાણિક માન્યતાઓ અને આધુનિક વિજ્ઞાનને ટાંકીને દૂધના તમામ પાસાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતુ કે, હિંદુ પુરાણો અનુસાર કામધેનુ ઈચ્છા પૂરી કરતી ગાય હતી. બાળક તરીકે ભગવાન કૃષ્ણને માખણ પ્રિય હોવાથી માખણચોર તરીકે ઓળખવામાં આવતા હતા.

ડો. મોહને દૂધની અને ડેરી પ્રોડક્ટસની સારપ અંગે વાત કરતાં જણાવ્યું કે સદીઓથી દૂધથી આરોગ્યને થતા લાભ પૂરવાર થયેલા છે તેમાં કોઈ શંકા નથી. દૂધના કેટલાક પોષણલક્ષી ફાયદાઓનો ઉલ્લેખ કરીને તથા એ-1 અને એ-2 દૂધ અંગેની આશંકાઓ દૂર કરતી ચર્ચા કરતાં તેમણે કહ્યું હતું કે ડાયાબિટીસ, મેટાબોલિક સિન્ડ્રોમ અને અન્ય જીવનશૈલીના રોગો અંગે કેટલાક વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધનમાં ડેરી આહાર સાથેનો સંબંધ દર્શાવાયો છે.

તેમણે બ્રિટીશ જર્નલ ઓફ ન્યૂટ્રીશનને ટાંકીને જણાવ્યું કે 10 થી વધુ સંશોધન અભ્યાસમાં જણાવાયું છે કે દૂધ, યોગર્ટ અને અન્ય ડેરી પ્રોડક્ટસ મેટાબોલિક સિન્ડ્રોમ અને તેના હાઈપરટેન્શન, ડાયાબિટીસ અને મેદસ્વીતા જેવા સિન્ડ્રોમ નિવારે છે. આ સાથે તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, વધુ પ્રમાણમાં યોગર્ટ લેવાથી ટાઈપ-2 ડાયાબિટીસ સાથે સંકળાયેલા જોખમો ઓછા થાય છે.ત્યારબાદ ડો. મોહને વર્ષ 2009માં પ્રસિધ્ધ થયેલા તેમના પોતાના ડાયેટરી, કાર્બોહાઈડ્રેટસ, ગ્લેકેમીક લોડ, ફૂડ ગ્રુપ્સ અંગે ચેન્નાઈમાં થયેલા અભ્યાસનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે ડેરી પ્રોડક્ટસના વપરાશથી ડાયાબિટીસ થવાની સંભાવના લગભગ 50 ટકા જેટલી ઘટી જાય છે. આથી ઉલ્ટું, વધુ પ્રમાણમાં રિફાઈન્ડ અનાજ (પોલિશ્ડ વ્હાઈટ રાઈસ) સાથે ટાઈપ-2 ડાયાબિટીસનું વધુ જોખમ સંકળાયેલું રહે છે.

તેમના 10 વર્ષના અભ્યાસના પરિણામો અંગે વિશ્લેષણ કરતાં તેમણે જણાવ્યું હતું કે ટાઈપ-2 ડાયાબિટીસમાં ડેરી પ્રોડક્ટસ સુરક્ષાની કામગીરી કરે છે. સમારંભ અંતમાં ડો. મોહને જણાવ્યું હતું કે ડેરી પ્રોડક્ટસના વપરાશથી ડાયાબિટીસ ઓછો પ્રસરે છે તથા મેટાબોલિક સિન્ડ્રોમ, હાઈપરટેન્શન, કાર્ડિયોવાસ્ક્યુલર રોગો, સ્ટ્રોક અને મૃત્યુ દરમાં પણ ઘટાડો થઈ લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે.

તેમણે જણાવ્યું હતું કે ડેરી પ્રોડક્ટસના વપરાશને અને ખાસ કરીને નિમ્ન અને મધ્યમ આવક ધરાવતા દેશો એ કે જ્યાં આહારની ગુણવત્તા નબળી છે ત્યાં પ્રોત્સાહન આપવું જોઈએ તથા ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ ઓછુ છે ત્યાં દૂધ અને ડેરી પ્રોડ્કટસ પ્રોટીન અને કેલ્શિયમનો સ્રોત બની રહે છે. આ સમારંભના પ્રારંભમાં ઈરમાના એક્ટીંગ ડિરેક્ટર ડો. શાશ્વત બિશ્વાસે તમામ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. જ્યારે વર્ગીસ કુરિયન સેન્ટર ફોર એક્સેલન્સના ચેરપર્સન અને ઈન્ડીયન ડેરી એસોસિએશનના ચેરમેન ડો. જે બી પ્રજાપતિએ વક્તાનો પરિચય આપ્યો હતો અને સમગ્ર સમારંભનું સંચાલન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો