તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરોપીઓ પોલીસ પકડથી દૂર:એટીએમની ચોરીમાં નંબર પ્લેટ વિનાની કાળી ક્રેટા કારનો ઉપયોગ

આણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખંભાત અને પેટલાદમાં એટીએમ તોડી ચોરી કરવાના બનાવમાં અઠવાડિયા પછી પણ હજુ આરોપીઓ પોલીસ પકડથી દૂર

આણંદ જિલ્લામાં ગત અઠવાડિયે ખંભાત અને ત્યાર બાદ પેટલાદમાં એટીએમ તોડી રૂપિયા 20.22 લાખની રોકડ ચોરી કરવાના બનાવમાં હજુ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. જોકે, બીજી તરફ પોલીસ દ્વારા રઘવાણજ, વાસદ ટોલનાકા ઉપરાંત આણંદ જિલ્લામાં આવેલા સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં સમગ્ર ગુનામાં એક કાળા રંગની નંબર પ્લેટ વિનાની ક્રેટા કાર અને નંબર પ્લેટ પર અંગ્રેજીમાં ક્રેટા લખેલી કારનો ઉપયોગ થયો હોવાનું ખૂલ્યું છે. જેને પગલે પોલીસ દ્વારા હાલમાં કાળા રંગની ક્રેટા કારનો ડેટા મેળવી તપાસ હાથ ધરવામાં આવી છે.

સમગ્ર બનાવમાં કુલ ચાર વ્યક્તિઓ દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આમ, અત્યાર સુધીમાં પોલીસને માત્ર આટલો જ ક્લુ મળ્યો છે. જેના આધારે પોલીસે ચાર જેટલી ટીમ બનાવી અલગ-અલગ િદશામાં તપાસ હાથ ધરી છે. સમગ્ર બનાવમાં એટીએમ ચોરી કરતી પ્રોફેશ્નલ ગેંગની સંડોવણી હોવાનું પણ ખૂલ્યું છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, ગત શુક્રવારે ખંભાતના ઉંદેલમાં નિષ્ફળ પ્રયાસ કર્યા બાદ ગેંગ દ્વારા પેટલાદમાં 20.22 લાખની રોકડ ચોરી હતી.

અન્ય સમાચારો પણ છે...