તંત્ર આકરા પાણીએ:આણંદમાં 15 દિવસમાં ફાયર એનઓસી અને બિયુ પરમીશન લઇ લેવા તાકીદ, બિલ્ડર લોબીમાં સોપો પડ્યો

આણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અવકૂડાની જાહેર નોટિસ, શહેરમાં બીયુ પરમીશન અને ફાયર એનઓસી નહીં હોય તો બિલ્ડીંગ સીઝ થશે

આણંદમાં અવકૂડાની ફાયર સેફટી અને બીયુ પરમિશન બાબતે જાહેર કરેલી નોટિસે હબાળો મચ્યો છે. જિલ્લાની બિલ્ડર લોબી અને રાજકારણીમાં ચિંતાનો ચક્રવાત ઉભો થયો છે. આણંદ વિદ્યાનગર અને કરમસદમાં જ્યાં ત્યાં નગરપાલિકાના સભ્યો અને અમલદારો સાથે સાંઠગાંઠ રચી ઉભી કરેલી બિલ્ડીંગોને તાળા વાગે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. બિલ્ડરો અને ભ્રષ્ટ રાજકીય આગેવાનોએ રાજકીય અકાઓના ઘરે આંટાફેરા ચાલુ કરી દીધા છે. જોકે અવકૂડા આ નોટિસ પ્રમાણે વર્તી શકશે કે કેમ તે મોટો પ્રશ્ન છે.

ફાયર એનઓસી વગર બાંધકામની મિલકતનો ઉપયોગ કરવો શિક્ષાપાત્ર

આણંદમાં પણ હવે અમદાવાદની જેમ હાઈરાઈઝ બિલ્ડીંગો માટે બીયુ પરમીશન અને ફાયર એનઓસી ફરજીયાત કરવામાં આવી છે. આ અંગે અવકૂડા ચેરમેને જાહેર નોટીસ દ્વારા તમામ મિલકત ધારકોએને 15 દિવસમાં ફાયર એનઓસી અને બિયુ પરમીશન લઇ લેવા તાકીદ કરવામાં આવતા બિલ્ડર લોબીમાં સોપો પડી ગયો છે.

સર્ટીફીકેટ રીજનલ ફાયર ઓફિસર પાસેથી ફરજીયાત મેળવવાનું

અવકૂડાના મુખ્ય કારોબારી અધિકારી જે.સી. દલાલે જાહેર નોટીસમાં જણાવ્યું હતું કે, આણંદ, વિદ્યાનગર, કરમસદ શહેરી વિકાસ સત્તામંડળમાં આવતી મિલકતો જેવી કે સરકારી, અર્ધસરકારી, ખાનગી બિલ્ડીંગ જેમાં શાળા, કોલેજ, કલાસીસ, દવાખાના, હોસ્પિટલ, જીમખાના, સામુહિક રમતગમતના કેન્દ્રો તેમજ લો રાઇઝ બિલ્ડીંગ, હાઈ રાઇઝ બિલ્ડીંગ (રહેણાંક-વાણિજ્ય) સિનેમા, મલ્ટીપ્લેક્ષ, હોટલ, રેસ્ટોરન્ટ, પેટ્રોલ પંપ, વિગેરે જાહેર જનતાના ભેગા થવાના સ્થળો, ધાર્મિક સ્થળ, કોમર્શીયલ બિલ્ડીંગ, ગોડાઉન, ઔદ્યોગિક એકમોમાં ફાયર સેફ્ટી કાર્યરત રાખી તેનું સર્ટીફીકેટ રીજનલ ફાયર ઓફિસર આણંદ પાસેથી ફરજીયાત મેળવવાનું રહેશે. આ ઉપરાંત ફાયર એનઓસીનું સમયસર રિન્યુઅલ અને ઇન્સ્પેક્શન કરાવવાની સંપૂર્ણ જવાબદારી પણ મિલકત ધારકોની રહેશે. આથી, ફાયર એનઓસી વગર બાંધકામની મિલકતનો ઉપયોગ કરવો શિક્ષાપાત્ર રહેશે.

મિલકત ધારકોને બીયુ પરમીશન મેળવી લેવા જાહેર નોટિસ

તેઓએ વધુમાં તાકીદ કરી છે કે આણંદ, વિદ્યાનગર, કરમસદ શહેરી વિકાસ સત્તામંડળ વિસ્તારમાં કોઇ પણ પ્રકારનું બાંધકામ કરતા પહેલા બાંધકામ વિકાસ પરવાનગી ફરજીયાતપણે મેળવવાની હોય છે. આ બાંધકામપૂર્ણ થતા મિલકત વપરાશ કરતા પહેલા બીયુ (બિલ્ડીંગ યુઝ) પરમીશન મેળવવાની હોય છે. આ પરમીશન મેળવ્યા વગર બાંધકામવાળી મિલકતનો ઉપયોગ કરવો શિક્ષાપાત્ર છે. જેથી આણંદ, વિદ્યાનગર, કરમસદ શહેરી વિકાસ સત્તા મંડળ વિસ્તારના મિલકત ધારકોને બીયુ પરમીશન મેળવી લેવા જાહેર નોટિસ દ્વારા જણાવવામાં આવ્યું છે.

બીયુ પરમીશન અને ફાયર સેફ્ટી ફરજીયાત કરવામાં આવી

મહત્વનું છે કે આ નોટિસમાં દૂર્ઘટનાની જવાબદારી પણ જે તે મકાન, મિલ્કત માલીક ઉપર ફિક્સ કરવામાં આવી છે. જે મુજબ આણંદ, વિદ્યાનગર અને કરમસદના મિલકત ધારકો માટે બીયુ પરમીશન અને ફાયર સેફ્ટી ફરજીયાત કરવામાં આવી છે. જો નહીં હોય તો મિલકત સીઝ કરવા સુધીની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે. જોકે, આમ છતાં મકાન માલિક બેદરકારી દાખવશે તો આગ, અકસ્માત કે જાનહાની, દૂર્ઘટનામાં સંપૂર્ણ જવાબદારી તેની રહેશે.

અન્ય સમાચારો પણ છે...