તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:આણંદની 38 નામાંકિત ખાનગી હોસ્પિટલોને અર્બન ઓથોરીટીએ બીયું પરમિશનની નોટિસ ફટકારી, વધુ હોસ્પિટલો પણ ઝપેટમાં આવી શકે

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નગરમાં હજુ આ સર્વેની કામગીરી ચાલુ છે અને વધુ હોસ્પિટલો ઝપેટમાં આવે તેવી વકી

ગુજરાત હાઇકોર્ટેના આદેશ સરકાર બીયું પરમિશન અને ફાયરસેફટી માટે સખ્ત થઈ છે. તમામ મહાનગરપાલિકાઓ અને અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીને આ અંગે તાકીદે કાયદાકીય નિયમો અનુસાર વહીવટી પ્રક્રિયા હાથ ધરવા જણાવવામાં આવ્યું છે. આણંદ, વિદ્યાનગર અને કરમસદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી(અવકુડા) દ્વારા ફાયર સેફ્ટી અને બીયુ પરમીશન અંગે અખબારોમાં જાહેર નોટીસ આપ્યા બાદ ફિલ્ડ કાર્યવાહી શરૂ કરી છે. હાલ પ્રથમ તબક્કામાં હોસ્પિટલની તપાસ કરવામાં આવી છે. જેમાં શહેરની 38 જેટલી હોસ્પિટલ પાસે બીયુ પરમીશન ન હોવાનું જણાતા તમામને નોટીસ ફટકારવામાં આવી છે. જોકે, નગરમાં હજુ આ સર્વેની કામગીરી ચાલુ છે અને વધુ હોસ્પિટલો ઝપેટમાં આવે તેવી વકી છે.

આણંદ નગરપાલિકામાં ઓળખાણ પાળખાણ થકી બિલ્ડીંગો અને હોસ્પિટલો ઉભી કરનારાઓની હવે ખેર નથીની સ્થિતિ નિર્માણ થઈ છે. બાંધકામના નિયમો ખિસ્સામાં લઈ ફરતા પાલિકાના વહિવટદારોની ઊંઘ હરામ થઈ ગઈ છે. આણંદ, વિદ્યાનગર અને કરમસદ શહેરી વિકાસ સત્તામંડળ (અવકુડા) વિસ્તારમાં કોઇ પણ પ્રકારનું બાંધકામ કરતા પહેલા બાંધકામ વિકાસ પરવાનગી ફરજીયાતપણે મેળવવાની હોય છે. આ બાંધકામપૂર્ણ થતા મિલકત વપરાશ કરતા પહેલા બીયુ (બિલ્ડીંગ યુઝ) પરમીશન મેળવવાની હોય છે. આ પરમીશન મેળવ્યા વગર બાંધકામવાળી મિલકતનો ઉપયોગ કરવો કાયદાકીય રીતે અમાન્ય અને દંડનીય ગુનો ગણાય છે.

હાલ આણંદ, વિદ્યાનગર અને કરમસદ શહેરી વિકાસ સત્તા મંડળ(અવકુડા) દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. છેલ્લા એક માસમાં કુલ 38 જેટલી હોસ્પિટલમાં બીયુ પરમીશન જોવા મળી નથી. આથી, અવકૂડા દ્વારા આ તમામ ડોક્ટર અને હોસ્પિટલના સંચાલકને નોટીસ ફટાકરવામાં આવી છે અને તાકીદે બીયું પરમીશન લેવાની કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે. આ નોટીસના પગલે હાલ ડોકટર્સ ગ્રુપમાં દોડભાગ મચી છે.

મહત્વનું છે કે આણંદ, કરમસદ અને વિધાનગર શહેરી વિકાસ સત્તા મંડળ (અવકૂડા) વિસ્તારમાં આવેલી અનેક હોસ્પિટલ પાસે ફાયર સેફ્ટી નથી. આ અંગે અગાઉ નોટીસ આપવામાં આવી છે, પરંતુ ઓળખાણ પાળખાણ લગાવી સરકારી કાર્યવાહીથી બચી જતા ડોકટર્સ હાલ બુરા ફસાયા છે. જો હોસ્પિટલમાં ફાયરસેફટી નહીં હોય તો બીયું પરમિશન મેળવવાની કોઈ જ વિકલ્પ નથી. વળી અવકુડામાં કોઈ રાજકીય ઓળખાણ ચાલે તેમ ન હોઈ ડોકટર્સ અને હોસ્પિટલો ની મુશ્કેલીઓ વધે તેમ જણાઈ રહ્યુ છે.

નોટિસો પાઠવવામાં આવી હોય તેવી 38 નામાંકિત હોસ્પિટલો
સંજીવની મેડિસીન, પરિમલ નર્સીંગ હોમ, નિરામય હોસ્પિટલ, ગરીમા હોસ્પિટલ, આણંદ ઓર્થોપેડિક, કુસુમ હોસ્પિટલ, લાઇફ લાઇન હોસ્પિટલ, શ્રીજી હોસ્પિટલ, પ્રીયા હોસ્પિટલ એન્ડ આઈવીએફ, ડો. દીપક કારિયા, અમરદીપ હોસ્પિટલ, કિલ્લોલ હોસ્પિટલ, સંજીવની હોસ્પિટલ, સરલા હોસ્પિટલ, શ્રધ્ધા હોસ્પિટલ, સ્મીત હોસ્પિટલ, ઋતુ જનરલ હોસ્પિટલ, એમ્બ્રી હોસ્પિટલ, ઉષા નર્સીંગ હોમ, વિહાર હોસ્પિટલ, પ્રેરણા હોસ્પિટલ, મહેન્દ્ર શાહ હોસ્પિટલ, રાજલ સર્જીકલ હોસ્પિટલ, અર્પીતા નર્સીંગ હોસ્પિટલ, પારૂલ હોસ્પિટલ, અમીન હોસ્પિટલ, અક્ષર હોસ્પિટલ, આસ્થા હોસ્પિટલ, હાર્ટ કેર સેન્ટર, શાશ્વત હોસ્પિટલ, નવીન મેટરનીટી હોમ, ઓમ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ડો. કૃણાલ લેબ, મીરા હોસ્પિટલ, શ્રીજી ઇમેજીંગ સેન્ટર, શ્વસન ચેસ્ટ હોસ્પિટલ, નવજીવન ઓર્થોકેર અને સ્પંદન હોસ્પિટલ.

અન્ય સમાચારો પણ છે...