5 જુન આજે વિશ્વ પર્યાવરણ દિવસની તંત્ર દ્વારા ઉજવણી કરીને વૃક્ષા રોપણના કાર્યક્રમોનું આયોજનો હાથ ધર્યા છે.ત્યારે આણંદ જીલ્લામાં વિકાસના નામે જુદા જુદા રસ્તાઓ પહોળા કરવા માટે એક વર્ષ દરમ્યાન આઠ હજાર ઉપરાંત વૃક્ષોનું નિકંદન કાઢી નાંખવામાં આવ્યું છે.જો કે તંત્ર દ્વારા વૃક્ષોનું નિકંદન બાદ હરાજી પણ કરી નાંખવામાં આવી છે.હજુ પણ ઓક્સિજનની માંગની વચ્ચે વૃક્ષોનું નિકંદન જીલ્લામાં ઠેરઠેર થઈ રહ્યુ છે.
આણંદ જીલ્લા વન વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે, આણંદ જીલ્લામાં માર્ગોના વિકાસ સહિત નવીનીકરણ માટે સૌ પ્રથમ તંત્ર દ્વારા વૃક્ષોનું નિકંદન માટે મંજુરી માંગવામાં આવતી હોય છે. ત્યારે આણંદ જીલ્લામાં વર્ષ 2020 થી 2021 સુધીમાં ખંભાત- વિરસદ સાઈડ રોડ પર કુલ 2309, આણંદ-કરમસદ થી સોજીત્રા રોડ કુલ 2227, લીંગડા થી ભાલેજ રોડ 713, પીપળાવ- ચાંગા રોડ પર 70,રંગાઈપુરા-સંદેસર રોડ કુલ 54, ભાદરણ થી કીંખલોડ રોડ કુલ 653, પણસોરા રોડ પર 97, ધર્મજ ચોકડીથી ખંભાત રોડ પર 2 હજાર સહિત જીલ્લાના જુદા-જુદા રસ્તા પહોળા બનાવવામાટે કુલ 8743 વૃક્ષો કાપવામાં આવ્યા છે.વન વિભાગ દ્વારા કાપી નાંખવામાં આવેલા વૃક્ષોના લાકડાની હરાજી કરી દેવાઈ છે. જો કે, આજે 5 જુન આજે વિશ્વ પર્યાવરણ દિવસ હોઈ તંત્ર દ્વારા જુદી-જુદી જગ્યાએ વૃક્ષા રોપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યા છે. આમ આણંદ જીલ્લામાં વર્ષ દરમ્યાન કુલ 54 હજાર ઉપરાંત વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે.
વર્ષ દરમ્યાન 54 હજાર ઉપરાંત વૃક્ષોનું વાવેતર
5 જુન આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સૌ પ્રથમ વાલ્મી કેમ્પસમાં100, આંકલાવ પાલિકા ભવન-તાલુકા શિક્ષણ કચેરીએ 25, ખંભાત કોલોની 250 ઉપરાંત તેમજ આણંદ પાલિકા-બોરીયાવી પાલિકા સહિત અન્ય સંસ્થાઓ દ્વારા 200 ઉપરાંત વૃક્ષાની રોપણી કરવામાં આવશે. જો કે આણંદ જીલ્લામાં વર્ષ દરમ્યાન આણંદ, આંકલાવ, બોરસદ, ખંભાત, પેટલાદ, સોજીત્રા, ઉમરેઠ સહિત અન્ય સ્થળોએ કુલ 54 હજાર ઉપરાંત વૃક્ષોનું વાવેતરની સાથે જતન કરવામાં આવી રહેલ છે.> બી .આર.પરમાર, જીલ્લા ફોરેસ્ટ ઓફિસર,વન વિભાગ આણંદ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.