તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેડતી:વિરસદમાં પરણિતાની આબરૂ લૂંટવાનો નિષ્ફળ પ્રયાસ, સ્થાનિક યુવક બીભત્સ માંગણી કરી પજવતા થઈ ઝપાઝપી

આણંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી
  • આરોપીએ પરણિતા અને મામા સસરા સાથેની કિલપ વાઇરલ કરતા ચકચાર મચી

વિરસદ ગામની 19 વર્ષીય ડાકોર પરણેલી યુવતીની આબરૂ લૂંટવાનો ગામના સ્થાનિક હવસખોરે પ્રયાસ કરતા મામલો બીચકયો અને થયેલ ઝપાઝપીમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો.આ મામલે વિરસદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આણંદ ના વિરસદની અને ડાકોર ગામે પરણેલ યુવતી (ઉ.વ. 19) તેના ભાઇ સાથે હાલ વીરસદ ખાતે રહે છે. ગઇ ચૈત્રી નોરતા દરમિયાન ગામના વનરાજભાઇ ધનજીભાઇ ઓડ પરણિતાની પાછળ પડી વારે ઘડીએ પીછો કરતો હતો. અને તેની સાથે સબંધ બાંધવા દબાણ કરતો હતો. આ ઉપરાંત ઘરે કોઇ ન હોઇ ત્યારે વનરાજ પરણિતાના ઘરે જઇ તેના મોબાઇલ સાથે ચેનચાળા પણ કરતો હતો. જે દરમિયાન પરણિતાના માસા સસરા સાથે થયેલ વાતો તે સાંભળી ગયો અને તે મોબાઇલમાંથી વાઇરલ કરી દીધી હતી.

ગઇકાલે શનિવારે રાત્રે આઠેગ વાગ્યાના સુમારે ફરિયાદી પરણિતાનો ભાઇ દીનેશભાઇ તથા બીજા કુટુંબના માણસો કાકા પરેશભાઇ વિઠ્ઠલભાઇના ઘરે વાઇરલ થયેલ રેકોર્ડિંગ બાબતે ચિંતા મસલત કરવા ભેગા થયા હતા. જે દરમિયાન પરણિત યુવતી ઘરે એકલી હતી. ત્યારે અચાનક વનરાજ ઘરમાં ધસી આવેલ હતો. અને તને મારી સાથે સબંધ બાંધવો છે કે નહીં તેમ તાડુક્યો હતો.

જેથી યુવતીએ સામે ઉગ્ર થઇ જવાબ આપ્યો કે તેં સમાજમાં મને બદનામ કરી છે. જે બાદ ઉશ્કેલાઇ ગયેલા વનરાજે યુવતીના છાતીના ભાગે સીધો ધક્કો મારી દિવાલ સાથે અથડાઇ હતી.જે સમય દરમિયાન વનરાજનો ભાઇ પંકજ ઘરમાં આવી ગયો હતો. તેમજ તે વખતે પિડીત પરણીતાના મોટાભાઇ મેહુલભાઇ દરવાજા પાસેથી આ ઘટના જોઇ ગયા હતાં જેથી વનરાજના ભાઈ પંકજે મેહુલભાઇને છાતીમાં જોરથી મુકકો માર્યો હતો. આ દરમ્યાન બુમાબુમ થતાં પરણીતાના કાકાના દીકરા પંકજભાઇ પરેશભાઇ તથા નિકુંજભાઇ પરેશભાઇ તથા ફરિયાદીનો ભાઇ દિનેશ તથા કાકા પરેશભાઇ તમામ દોડી આવ્યા હતા. જે થયેલ ઉગ્રતાને લઈ તમામ ઘરની બહાર નિકળી ગયેલા અને ઝપાઝપી થઇ હતી.

જેમા ફરિયાદીના કાકા પરેશભાઇને આરોપીના ભાઇ પંકજભાઇએ હાથથી છાતીના ભાગે લવરીયા મારતાં લીસોટા પડી લાલ થઇ ગયા હતાં. આ બંને ત્યાંથી જતાં જતાં કહેતા હતા કે આ વખતે તો બચી ગયા છો પણ બીજી વખત જાનથી મારી નાખીશ તેમ કહી ધમકી આપી ગાળો બોલતા બોલતા જતા રહ્યા હતા. જે બાબતે ફરિયાદીએ વનરાજ અને તેના ભાઇ પંકજ વિરૂધ્ધ પોલીસ ફરીયાદ કરતાં પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...