તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આણંદ શહેરના પૂર્વ પટ્ટી વિસ્તારમાં રહેતા 37 વર્ષીય શખ્સે ત્રણ માસ અગાઉ 11 વર્ષીય બાળકને રમવા લઈ જવાના બ્હાને તેની સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું. જે અંગે કિશોરે તેના પરિવારજનોને વાત કરતાં તેમણે આણંદ શહેર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. હાલમાં શખ્સને કોર્ટ દ્વારા જેલમાં મોકલી આપવાનો આદેશ કરવામાં આવ્યો છે.આ અંગે વાત કરતાં આણંદ શહેરના પોલીસ ઈન્સ્પેક્ટર યશવંતસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, સૂર્યનગર સોસાયટીમાં રહેતા મનીષ પરમારે ત્રણ માસ અગાઉ એક વિસ્તારમાં રહેતા કિશોરને રમવા લઈ જવાની લાલચ આપીને તેના વિરૂદ્ધ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું.
દરમિયાન, આ અંગેની વાત કિશોરે તેમના પરિવારજનોને થોડાં સમય અગાઉ કહી હતી. જેને પગલે તેઓએ મનીષ પરમાર વિરૂદ્ધ આણંદ શહેર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો અને સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્યની કલમ અંતર્ગત ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. દરમિયાન, બીજી તરફ તેને આણંદ જિલ્લામાં કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેના રિમાન્ડ ન આપી તેને આણંદ સબ જેલમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. હાલમાં આણંદ શહેર પોલીસ દ્વારા શખ્સ સાથે અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તેની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, શખ્સ વિરૂદ્ધ અગાઉ પણ મારામારીની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.