વરસાદી માહોલ જામ્યો:આણંદ જિલ્લામાં સાર્વત્રીક વરસાદ, સોજિત્રામાં છેલ્લા 24 કલાકમાં 4 ઇંચ, હજુ પણ વરસાદની હેલી ચાલુ રહે તેવો વર્તારો

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંગળવાર સવારે પુરા થતાં 24 કલાક દરમિયાન આણંદમાં 26 મિમી, આંકલાવમાં 24 મિમી, ઉમરેઠમાં 10 મિમી વરસાદ

આણંદ જિલ્લામાં છેલ્લા સપ્તાહ દરમિયાન વરસાદની હેલી જોવા મળી રહી છે. સોમવારના રોજ પણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ સોજિત્રામાં ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત પેટલાદ અને બોરસદમાં પણ બેથી ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. હજુ પણ વરસાદની હેલી ચાલુ રહે તેવો વર્તારો હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. સતત વરસાદને લઈ જનજીવન પણ ખૂબ પ્રભાવિત થયું છે.

ક્યા કેટલો વરસાદ પડ્યો?
આણંદ જિલ્લામાં મંગળવાર સવારે પુરા થતાં 24 કલાક દરમિયાન આણંદમાં 26 મિમી, આંકલાવમાં 24 મિમી, ઉમરેઠમાં 10 મિમી, બોરસદમાં 41 મિમી, પેટલાદમાં 69 મિમી, સોજિત્રામાં 97 મિમી, ખંભાતમાં 30 મિમી અને તારાપુરમાં 84 મિમી વરસાદ નોંધાયો છે. જિલ્લામાં છેલ્લા સપ્તાહ દરમિયાન વરસાદી માહોલ જોવા મળ્યો છે. આ વરસાદી માહોલમાં સોમવારે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.
વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારની હાલત કફોડી
આણંદ જિલ્લામાં વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારની હાલત કફોડી બની છે. અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં અવર–જવરના રસ્તા કાદવ કિચ્ચડ થઇ જતાં ગ્રામજનોને બહાર નિકલવું મુશ્કેલ બની ગયું છે. કેટલાક ગામોમાં તો બસ સેવા પણ બંધ થઇ ગઈ છે. જેના કારણે વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગની હાલત કફોડી બની છે.

રસ્તા પર ખોદકામના કારણે સ્થિતિ ગંભીર બની
આણંદ શહેરમાં ગામડી, ખોડિયારનગર સહિતના વિસ્તારમાં છેલ્લા કેટલાક મહિનાથી પાલિકા દ્વારા કરવામાં આવેલા ખોદકામના કારણે સ્થિતિ ગંભીર બની છે. રસ્તા બિનઉપયોગી બન્યાં છે અને લોકો પાલિકા અને કોન્ટ્રાક્ટર પર ફિટકાર વરસાવી રહ્યાં છે.જ્યારે સોજીત્રામાં નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયેલ છે..

અન્ય સમાચારો પણ છે...