મેઘરાજા મહેરબાન થયા:આણંદમાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો, સોજિત્રામાં સૌથી વધુ પાંચ અને આંકલાવમાં સૌથી ઓછો એક ઇંચ

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખૂશી, શહેરીવિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી

આણંદ શહેર અને જિલ્લામાં રવિવારના રોજ વરસાદની હેલી જોવા મળી હતી. સતત ચોથા દિવસે વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક એકથી પાંચ ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. જિલ્લામાં વાવણીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખૂશ જોવા મળી હતી. જોકે, અનેક વિસ્તારમાં પાણી ભરાતા શહેરીજનોને હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો. આણંદ જિલ્લામાં સોમવાર સવારે પુરા થતાં 24 કલાક દરમિયાન સૌથી વધુ સોજિત્રામાં પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે સૌથી ઓછો આંકલાવમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો.

વરસાદની ધમાકેદાર એન્ટ્રી
આણંદ શહેર અને જિલ્લામાં રવિવારના રોજ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. છેલ્લા સપ્તાહ દરમિયાન વરસાદ મનમુકીને વરસ્યો છે. તેમાં પણ બોરસદમાં કટોકટીની સ્થિતિ ઉભી કરી હતી. આમ છતાં ચાલુ સપ્તાહે સાર્વત્રિક વરસાદ પડ્યો છે.
નિચાણવાળા વિસ્તારમાં ગોઠણસમાં પાણી ભરાયાં
રવિવારના રોજ બપોર સુધી વાદળછાયા વાતાવરણ રહ્યા બાદ ધીમે ધીમે વરસાદ શરૂ થયો હતો. જે બીજા દિવસ સવાર સુધી સામાન્યથી લઇ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે શહેરી વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ હતી. તો ક્યાંક રસ્તા પણ ધોવાઇ ગયાં હતાં તેમજ ઉબડ ખાબડ રસ્તાના કારણે લોકો ફસડાઇ પડ્યાં હતાં. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં પણ નિચાણવાળા વિસ્તારમાં ગોઠણસમાં પાણી ભરાયાં હતાં. ક્યાંક માર્ગો ઉપર વાહનો ફસડાઈ જવાના બનાવો પણ બન્યા હતા. મહત્વનું છે કે, આ વરસાદથી ખેતીને ફાયદો હોવાથી ખેડૂતો એકંદરે ખુશ દેખાતાં હતાં. આણંદ જિલ્લામાં સોમવાર સવારે પુરા થતાં 24 કલાક દરમિયાન સૌથી વધુ સોજિત્રામાં પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે સૌથી ઓછો આંકલાવમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો.

કયા તાલુકામાં કેટલો વરસાદ પડ્યો

તાલુકો 24 કલાક મોસમનો કુલ વરસાદ

આણંદ 92 364

ઉમરેઠ 28 128

આંકલાવ 27 179

બોરસદ 48 456

પેટલાદ 81 303

સોજિત્રા 136 335

ખંભાત 84 231

તારાપુર 73 193

અન્ય સમાચારો પણ છે...