તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમાનતા:આંગણવાડીના બાળકોમાં ગણવેશથી સમાનતા ભાવના-ઓળખ પ્રસ્થાપિત થશે

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગરીબ મધ્યમ વર્ગીય પરિવારોના નાના ભૂલકાંઓ આંગણવાડીઓમાં ગણવેશ પહેરીને જાય તે માટે રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે ગણવેશ આપવાનો અભિગમ અપનાવ્યો છે. જે અંતર્ગત આણંદ જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લાની તમામ આંગણવાડીઓના 52,894 વિદ્યાર્થીઆેને ગણવેશ વિતરણ કરવાનો કાર્યક્રમ હાથ ધરાયો હતો.

આ પ્રસંગે આણંદના સાંસદ મિતેષ ભાઈ પટેલે જણાવ્યું હતું કે, આણંદ જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લાના તમામ તાલુકાઆેની આંગણવાડીઓના 52,894 વિદ્યાર્થીઓને ગણવેશ આપવાનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર પી.સી.ઠાકોર, ડીસ્‍ટ્રીકટ કો-ઓર્ડીનેટર, સી.ડી.પી.ઓ.ઓ, વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...