અભ્યાસ:યુનિ. માં વાઈવા બાદ રિપોર્ટ ન અપાતો હોવાનો આક્ષેપ, વહીવટી મંડળોની મીટીંગ યોજાઈ

આણંદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના સંચાલક મંડળ, અધ્યાપક મંડળ, આચાર્ય મંડળ અને વહીવટી કર્મચારી મંડળોની વિવિધ માંગણીઓ સાથે શનિવારે મીટીંગ યોજાઈ હતી. મીટીંગમાં તેમણે યુનિવર્સિટીના વીસી શીરીષ કુલકર્ણીની નીતિ-રીતિ સામે આક્ષેપ કર્યા હતા. યુનિવર્સિટીના મંડળે જણાવ્યું હતું કે, વાઈવા પછી બે મહિના સુધી રિપોર્ટ અપાતા ન હોવાનો તેમજ સંચાલક મંડળના પત્રની અવગણના, મંડળનો માનમરતબો જળવાતો ન હોવાનું જણાવ્યું હતું. આ સિવાય, ડીન અને બોર્ડ ઓફ સ્ટડીઝના ચેરમેનની મુદૃત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં નિમણુંકમાં વિલંબ કરાતો હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે યુનિવર્સિટીના ગ્રાન્ટ ઈન એઈડ અને સેલ્ફ ફાયનાન્સના ક્લાસ ભેગા ચાલતા હોય સ્ટેચ્યુએટ 200 પ્રમાણે 60 વિદ્યાર્થીઓના ક્લાસ હોવા જોઈએ. તેને બદલે 120થી 200 વિદ્યાર્થી રૂમમાં બેસે છે અને છતાં પગાર અલગ-અલગ ચૂકવવામાં આવતો હોવાનું તથા બંનેના રોલ નંબર ભેગા જ અપાતા હોવાનું જણાવ્યું હતું. વાઈવામાં બીજા વિષયના ઓબ્ઝર્વર પર રિપોર્ટ કેમ મુલત્વી રાખવામાં આવે છે તેવો પણ આક્ષેપ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...