તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:ઉંંદેલની યુવતીનો માનસિક બિમારીથી કંટાળી આપઘાત

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 12થી 14 વર્ષથી યુવતી માનસિક અસ્વસ્થ હતી

ખંભાત તાલુકાના ઉંદેલ ગામમાં રહેતી 28 વર્ષીય યુવતીએ માનસિક બિમારીથી કંટાળીને પોતાના ઘરે રાત્રિના સમયે સાડીનો ગાળીયો બનાવી ગળેફાંસો ખાઈ લેતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. આ બનાવ સંદર્ભે ખંભાત ગ્રામ્ય પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ખંભાત તાલુકાના ઉંદેલ ગામે કાંતિલાલભાઈ પટેલ રહે છે. તેઓ છુટક શાકભાજી વેચી પરિવારનું જીવન ગુજરાન ચલાવે છે. તેમના ત્રણ સંતાનો પૈકી સૌથી મોટી પુત્રી વનિતા છેલ્લાં 12-14 વર્ષથી માનસિક રીતે અસ્વસ્થ હતી. તેની દવા ચાલતી હતી. તેની તબિયતમાં કોઈ સુધારો ન જણાતા તેણી છેલ્લા કેટલાંય સમયથી કંટાળી ગઈ હતી. જેને પગલે રવિવારે સાંજે પરિવારજનો જમી પરવારીને સુઈ ગયા હતા.

દરમિયાન, સોમવારે સવારે વહેલાં ઉઠ્યા ત્યારે તેમણે વનિતાનો મૃતદેહ લાકડાના મોભ સાથે લટકતી હાલતમાં જોયો હતો. જેને પગલે તેઓ ચોંકી ઉઠ્યા હતા. તેણીએ સાડીનો ગાળીયો બનાવી ગળેફાંસો ખાઈ લીધો હતો. આ બનાવ અંગેની જાણ ખંભાત ગ્રામ્ય પોલીસને કરવામાં આવતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની પૂછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...