વરણી:વિદ્યાનગર પાલિકામાં ઉપપ્રમુખપદે અમિત પુરોહિતની બિનહરીફ વરણી

આણંદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેન્દ્ર પટેલે 30 વર્ષથી પાલિકાની ધુરા સંભાળી હતી

વિદ્યાનગર શહેરમાં 1992 થી ભાજપનો ભગવો લહેરાય તે માટે મહેન્દ્ર પટેલે અથાગ મહેનત કરી હતી જેના કારણે છેલ્લી ત્રણ ટર્મથી વિદ્યાનગર પાલિકામાં કોંગ્રેસના સુપાડા સાફ થઇ ગયા હતા. મહેન્દ્ર પટેલ વિદેશ જતા હોવાથી ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપતાં તેઓની જગ્યાએ વિદ્યાનગર પાલિકામાં પ્રથમ વખત જીતેલા યુવા કાઉન્સિલર અમિત પુરોહિતના માથે ઉપપ્રમુખનો તાજ મુકીને વિદ્યાનગરમાં નવી કેડર તૈયાર કરવાના સંકેત ભાજપ મોડીમંડળે આપી દીધા છે.

વિદ્યાનગર નગરપાલિકામાં ઉપપ્રમુખ પદેથી મહેન્દ્ર પટેલે રાજીનામું આપતાં ઉપપ્રમુખ પદની ખાલી પડેલ બેઠક માટે સોમવારે પ્રાંત અધિકારી જે.સી.દલાલના અધ્યક્ષસ્થાને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. પાલિકામાં તમામ ચોવીસે ચોવીસ કાઉન્સિલરો ભાજપના હોવાથી ઉપપ્રમુખપદની ચૂંટણી જાણે ઔપચારિકતા પૂર્ણ કરવા યોજાઈ હતી. આણંદ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા ઉપપ્રમુખપદ માટે મેન્ડેટ જે નામનું ફાળવે તે બિનહરીફ ચૂંટાવવાના હતા. સોમવાર બપોરે 1-00 વાગ્યાના અરસામાં વિદ્યાનગર પાલિકાના સભાખંડમાં ચૂંટણી પક્રિયા હાથ ધરાઇ હતી.જેમાં જીતેન્દ્રભાઇ પટેલે ઉપપ્રમુખપદ માટે અમિત પુરોહિતના નામની દરખાસ્ત મુકી હતી. જેને સમીર પટેલે ટેકો જાહેર કર્યો હતો. તેઓના સિવાય અન્ય કોઇ ફોર્મ નહીં ભરાતાં ચૂંટણી અધિકારી જીજ્ઞનાબેન દલાલે ઉપપ્રમુખપદે અમિત પુરોહિતને બિન હરીફ ચૂંટાયેલા જાહરે કર્યા હતા. જેથી તમામ કાઉન્સિલરો અને ભાજપના કાર્યકરોએ તેઓને અભિનંદન પાઠવ્યા હતા.

વોર્ડ નં.10માં પ્રથમ વખત કાઉન્સિલર બન્યા
વિદ્યાનગરમાં રહેતા અને વર્ષોથી ખાણીપીણીના વ્યવસાય સાથે સંકળાયેલા પુરોહિત પરિવારના અમીત ભાનુભાઇ પુરોહિતને પ્રથમ વખત ભાજપમાં ટિકિટ મળી હતી અને ચૂંટાયા હતા.તેમ ભાજપે નવી પેઢી તૈયાર કરવાના ભાગરૂપે તેઓને ઉપપ્રમુખપદે પસંદ કરવામાં આવ્યા છે.

પ્રમુખને ટેકો મળેે તે માટે નવાઉપપ્રમુખ મુક્યા
વિદ્યાનગર પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, મારે વિદેશ જવાનું હોવાથી પ્રમુખને સાથ સહકાર મળી રહે અને વિદ્યાનગરની જનતાના પ્રશ્નો હલ થાય તે હેતુથી તેમના ટેકામાં નવા ઉપપ્રમુખ મુકવામાં આવ્યાછે. તેમજ આવનાર વર્ષોમાં નવી પેઢી તૈયાર થાય તે માટે નવા ઉપપ્રમુખ તરીકે તક આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...