તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બોરસદ તાલુકાના ઉમલાવ રહેતા અને સંતોકપુરામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શંકરલાલ મહેશ્વરીના ભત્રીજા મેહુલકુમાર મહેશ્વરીની ભાદરણ પ્રતાપપુરા પાસે ધવલ ડ્રેડર્સ નામની અનાજ કરિયાણાની દુકાન આવેલી છે.તેમના ભત્રીજા ધવલ અને મેહુલ દુકાન પર બેસે છે. નોકરી છુટયા બાદ શંકરલાલ પણ દુકાને જઇને મદદ કરે છે. ગુરૂવાર રાત્રે શંકરલાલ અને તેમનો ભત્રીજો મેહુલ દુકાન બંધ કરીને વકરામાં આવેલા એક લાખ અને બેંકમાં ભરવાના રૂપિયા 2 લાખ બીજા થેલા મુકાને બંને જણાં બાઇક પર થેલો મુકીને ઘરે જવા માટે નીકળ્યા હતા.
શંકરભાઇએ બાઇક ડેકી પર એક લાખ રૂપિયા ભરેલો થેલો મુકયો હતો.જયારે બે લાખ રૂપિયા ભરેલો થેલો મેહુલ લઇને બાઇક પર બેઠો હતો.ત્યારે રાત્રિના 8.50 વાગ્યાના અરસામાં સીસ્વાથી ઉમલાવ જવાા રોડ ઉપર આવેલી ઉમેદભાઇ પટેલની બંધ ખરી પાસેથી પસાર થઇ રહ્યાં હતા.ત્યારે પાછળથી બે સ્કુટર પર આવેલા 5 શખ્સોએ તેમની બાઇકની ઓવરટેક કરીને બાઇક અટકાવીને લાકડાના ડંડા વડે બેફામ મારમારીને થેલો લાવ તેમ જણાવીને મારમાર્યો હતો. શંકરલાલેક પોતાની પાસેનો થેલો રોડની સાઇડમાં ફંેકી દીધો હતો.
બીજી તરફ મેહુલ પાસે રહેલો બે લાખ ભરેલો થેલો ઝુંટવી પાંચેય શખ્સો સીસ્વા તરફ ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ આ બનાવ અંગે તેઓએ ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક જીલ્લાના વિવિધ માર્ગો પર નાકાબંધી કરાવી હતી. અને અજાણ્યા પાંચ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.