તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાતાવરણમાં પલટો:ચરોતરમાં કમૌસમી વરસાદ બાદ પુનઃ અસહ્ય ઉકળાટ

આણંદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની વકી

ચરોતર પંથકમાં ગત શુક્રવારે મોડીરાત્રે પ્રી-મોન્સુન અેક્ટિવીટી શરૂ થતાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને ભારે પવન વચ્ચે આણંદ-નડિયાદ શહેર સહિત પંથકમાં વરસાદ ખાબક્યો હતો. પંથકમાં મેઘમહેર થતાંની સાથે નગરજનોને ઠંડકનો અહેસાસ થયો હતો. જોકે છેલ્લા 2 દિવસથી પુનઃ અસહ્ય તાપ અને ઉકળાટથી નગરજનો હેરાન પરેશાન થઈ ગયાં છે.

તેમાંય બપોરના સમયે કાળઝાળ ગરમી વચ્ચે ભેજનું પ્રમાણ 70 ટકાએ પહોંચી જતાં અસહ્ય બફારો શરૂ થઈ જતા લોકો પરસેવે રેબઝેબ થઈ ગયાં હતાં. બીજી તરફ જિલ્લાના વિવિધ તાલુકાઆેમાં વીજ કંપની દ્વારા પ્રી મોન્સુન કામગીરી માટે વીજ કાપ આપતાં લોકોની હાલત પડતાં પર પાટું જેવી થઈ હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અગામી 5 દિવસ વાદળ છાયા વાતાવરણ વચ્ચે હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી સંભવાન વ્યક્ત કરવામાં આવી છે. આમ રવિવારે આણંદ શહેર સહિત પંથકમાં મહત્તમ તાપમાનનો પારો 38 ડિગ્રી જ્યારે લધુત્તમ તાપમાનનો પારો 26.5 ડિગ્રી નોધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...